1. Home
  2. Tag "Banaskantha"

ગુજરાતના આ ગામના રોમેરોમમાં વસે છે દેશભક્તિ – પ્રત્યેક ઘરમાંથી એક પુત્ર જોડાય છે સેનામાં

ગુજરાતનું ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ અમદાવાદ: ભારતીય આર્મીમાં જોડાવવું અને ભારત દેશની […]

બનાસકાંઠા: વડગામનો પાણિયારી ઘોઘ જીવંત બનતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યાં

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ડીસા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ભરાઈ ગયા હતા. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડગામનો પાણિયારી ધોધ જીવંત બન્યો છે. ધોધ જીવંત બનતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે, જેનાં નયનરમ્ય દૃશ્યો જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ […]

બનાસકાંઠામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો છતાં મુખ્ય ત્રણ જળાશયો 10 ટકા પણ ભરાયા નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં 65 જેટલો વરસાદ વરસી ગયો છે, પરંતુ ધામીધારે સમયાંતરે વરસાદ પડ્યો હોવાથી જળાશયો માત્ર 10 ટકા જ ભરાયા છે. જોકે હજુ વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ભારે વરસાડ પડે તો જ જળાશયો છલકાય તેમ છે. જો જિલ્લાના જળાશયો પુરેપુરા છલકાશે નહી તો આવતા ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થવાની ખેડુતો દહેશત વ્યક્ત […]

બનાસકાંઠામાં સમયાંતરે પડતા વરસાદના હળવા ઝાપટાં, ખરીફ પાકને ફાયદો થશે, ખેડુતોમાં ખૂશી

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો, અને હવે શ્રાવણના સરવડારૂપી મેધરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠામાં તો મેઘરાજા સમયાંતરે હળવા ઝાપટાંરૂપી વરસી રહ્યા છે. ખેડુતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ હાલ વિવિધ વિસ્તારોમાં ઝાપટાંરૂપી પડતા વરસાદથી ખેતી પાકને સારોએવો ફાયદો થશે એવું ખેડુતોનું માનવુ છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી […]

બનાસકાઠામાં વરસાદને લઈને પૂર્વ તૈયારી – NDRF ની ટીમનું પાલનપુર ખાતે આગમન

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમનું આગમન વપસાદની સ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ પાલનપુર – રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે બનાસકાઠા જીલ્લામાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે,જેમાં ખાસ પુરની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા અને લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવામાં આવી છે, હાલ પાલનપુર જીલ્લા કલેક્ટર ખાતે આ ટીમનું આગમન થયું […]

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં […]

બનાસકાંઠાના પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધ્યાં, રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં અનેક પશુઓમાં લમ્પીના કેસ મળી આવ્યાં છે. દરમિયાન હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરકતમાં આવેલા તંત્રએ રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી છે. તેમજ રાજસ્થાનથી લવાતા પશુઓની તપાસ શરૂ કરવામાં આવી […]

બનાસકાંઠામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડુતો સંકલ્પબદ્ધ, ખેતરોમાં તલાવડીઓ બનાવી

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં ઉનાળા દરમિયાન સૌથી વધુ પાણીની સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. લોકોને પાણી માટે આંદોલનો કરવાની ફરજ પણ પડી હતી. ત્યારે હવે જિલ્લાના ખેડુતો હવે વરસાદના પાણીના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટે જાગૃત બન્યા છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે જિલ્લાના ખેડુતો પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને વરસાદના ટીંપે ટીંપા પાણીનો સંગ્રહ કરવા […]

વડગામ અને દાંતા તાલુકાની 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતા પકડાયાં,

પાલનપુરઃ રાજ્યના અંતરિયાળ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી હોય છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સુચના આપી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી […]

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા કરાયો આદેશ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાએ ઉનાળા દરમિયાન પાણીની અછતનો વિકટ સામનો કર્યા બાદ હવે ચોમાસાના પ્રારંભથી જ બનાસકાંઠાવાસીઓ પુરતા વરસાદની આશા રાખી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે શુક્રવારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે  જિલ્લાના અધિકારીઓને પરવાનગી સિવાય હેડ ક્વાટર્સ ન છોડવા માટેનો આદેશ આપયો છે, તેમજ ભારે વરસાદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code