1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાના સૂઈગામના કોરેટી તળાવનું પાણી એકાએક પીન્ક બનતા લોકોમાં આશ્વર્ય,

પાલનપુરઃ દેશ અને દુનિયામાં ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે. જેમાં કેટલીક માનવ સર્જીત હોય છે, તો કેટલીક કૂદરતી હોય છે. જિલ્લાના સરહદ નજીક આવેલા સૂઈગામના કોરેટી તળાવના પાણીનો એકાએક રંગ બદલાઈ ગયો અને પાણી ગુલાબી થઈ ગયું.. દુરથી જોતા પીન્કલેકનો નજારો જોવા મળી રહ્યો છે. તળાવનું પાણી એકાએક ગુલાબી કેમ બની ગયું તે […]

બનાસકાંઠાનાં 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માગ સાથે ખેડૂતોની બાઇક રેલી યોજાઈ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતનો ઉનાળો વધુ આકરો બન્યો હતો. જેમાં ચારેબાજુએથી પાણીની બુમો ઊઠી છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી હતી. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર […]

બનાસકાંઠાઃ ખેતીની તૈયારીમાં જોતરાયેલા ખુડૂતો સાથે બેસીને શંકર ચૌધરીએ સીડબોલ બનાવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શકયતા છે. જેથી ખેડૂતોએ અત્યારથી જ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પરંપરાગત રીતે સીડબોલ બનાવી રહ્યાં છે. આ સીડબોલને ખેડૂતો ખેતરમાં વાવેતર માટે ઉપયોગ કરશે. […]

બનાસકાંઠાઃ કરમાવત તળાવ ભરવા અંગે મુખ્યમંત્રી અધિકારીઓને આપ્યો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા. આમ આગામી દિવસોમાં કરમાવત તળાવ પાણીથી ભરવામાં આવે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા […]

બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ સક્રિય હોવા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ લેતી નથી. બનાસ નદી સહિત અનેક નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા દરોડા પાડીને સંતોષ માનવામાં આવે છે. ખનીજ માફિયાઓ સારી વગ ધરાવતા હોવાથી તેમની સામે કઠોર પગલા લેવાતા નથી. ત્યારે કાયમી ધોરણે ખનીજ ચોરી અટકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ […]

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા લોકોના સહકારથી 100 જેટલા તળાવો ઊંડા કરાશે

પાલનપુરઃ બનાસ ડેરી એ સૌથી મોટી ડેરી છે. અને ડેરી દ્વારા પશુપાલકો અને ખેડુતોના લાભ માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે. હવે જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે બુધવારે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી […]

બનાસકાંઠા જિલ્લા સહકારી બેંકના નવા ચેરમેન તરીકે સવસી ચૌધરી બિનહરીફ ચૂંટાયા

પાલનપુરઃ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધા બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યા પરનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બનાસ બેન્કના ચેરમેનપદ માટેની ચૂંટણી  મંગળવારે બપોરે 12 વાગે યોજાઇ હતી, જેમાં ભારતીય જનતા […]

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનપદની ચૂંટણી તા. 24મી મેના રોજ યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી સહકારી બેંક બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્કના ચેરમેનપદની ચૂંટણી આગામી તા. 24મીના રોજ યોજાશે. ચેરમેનપદ માટે ભાજપના બે જુથો આમને સામને છે. પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના રાજીનામાં બાદ ભાજપના બે જુથો દ્વારા પોતાના માણસને ચેરમેનપદે બેસાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જે નક્કી થાય તેને જ […]

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડુતોની પાણીના પ્રશ્ને મહારેલી યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી […]

બનાસકાંઠામાં ગૌશાળાઓની આર્થિક હાલત કથળી, તાત્કાલિક સહાય ચુકવવા સરકાર સમક્ષ માગ

પાલનપુરઃ જીવદયા માટેના કામોમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. જિલ્લામાં અનેક ગૌ-શાળાઓ આવેલી છે. અને હજારો મુંગા પશુઓની સાર-સંભાલ કરવામાં આવે છે. બનાસકાંઠાના મુંબઈ સહિત મહાનગરોમાં વસવાટ કરતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ કાયમ માદરે વતનું ઋણ ચુકવવા માટે ગૌ શાળાઓને દાન આપતા હોય છે. ઉપરાંત સરકારની સહાય પણ મળતી હોવાથી ફસુઓની નિભાવણીનો ખર્ચ નિકળી જતો હોય છે. પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code