1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં હવે તલાટીઓ ગામડાંઓમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરશે, કારોબારી બેઠકમાં ઠરાવ

પાલનપુરઃ રાજ્યમાં બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો જાય છે. શહેરોમાં જ નહીં ગાંમડાઓમાં પણ બેરોજગારોની સંખ્યા ઘણીબધી છે. પરંતુ ગામડાંના યુવાનો રોજગાર કચેરીએ બેરોજગારીની નોંધ કરવા માટે જઈ શક્તા નથી. બનાસકાંઠા જિલ્લાએ આ અંગે પહેલ કરી છે. હવે તલાટી-મંત્રીઓ ગામડાંમાં બેરોજગાર યુવાનોની નોંધ કરીને તેના ડેટા એપ્લોયમેન્ટ કચેરીને આપશે.  જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં આ અંગે […]

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]

બનાસકાંઠાની મહિલાઓએ ઓવારણાં લેતા મોદી ભાવુક થઈ બોલ્યા ‘ આશીર્વાદ મારા માટે અનમોલ છે’

પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના બીજા અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યમાં જનમેદની ઉમટી પડી હતી.  મોટી સંખ્યામાં બહેનોએ વડાપ્રધાન  મોદીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. […]

બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ટુરિઝમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત […]

બનાસકાંઠામાં તમાકુનું બમ્પર ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં 60 હજાર બોરીની આવક

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા, રાજગરો અને તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે-સાથે ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની પ્રતિદિન 60 હજાર બોરીની આવક થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુનો પાક ફાયદાકારક બની રહ્યો છે. જિલ્લામાં […]

ગુજરાત:બનાસકાંઠાના આ ગામમાં નથી પ્રગટાવવામાં આવતી હોળી,જાણો શું છે તે પાછળનું કારણ

આ ગામમાં નથી ઉજવવામાં આવતી હોળી આ છે તે પાછળનું કારણ વર્ષોના વર્ષોથી નથી થતી હોળીની પૂજા બનાસકાંઠા :હોળી એ ભારતમાં લગભગ દરેક રાજ્યમાં ઉજવવામાં આવતો તહેવાર છે, લોકમાં હોળી અને ધૂળેટીને લઈને દર વર્ષે અલગ જ ઉત્સાહ હોય છે પણ ગુજરાતનું એક ગામ એવું પણ છે કે જ્યાં હોળી કે ધૂળેટીનું આયોજન થતું નથી. […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા  થરાદ તાલુકામાં  ખેડૂતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાત-દિવસ મહેનત કરીને મહામુલો રવિ પાક તૈયાર કર્યો છે. પરંતુ જીરાના પાકમાં ચરમી (કાળીયા) ના રોગના કારણે અડધો અડધ નુકશાન થવા પામ્યું છે. તેમાંય વાદળછાયા વાતાવરણથી તાલુકામાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. આ વખતે […]

બનાસકાંઠાના ગામડાંમાં તલાટી ક્યારે મળશે તે નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવી પડશે

પાલનપુરઃ જિલ્લાનો ગામડાંઓમાં તલાટીઓ હાજર રહેતા નહોવાની ઘમા સમયથી ફરિયાદો ઉઠી છે. એક તલાટી પાસે બેથી ત્રણ ગામડાંનો ચાર્જ હોવાથી તલાટી ક્યારે આવે છે, તે ગામના લોકોને જાણ હોતી જ નથી. આથી ગ્રામજનોને પરેશાની ભાગવવી પડે છે. તલાટી કમ મંત્રીઓની  સેજામાં ગેરહાજરી  બાબતે અનેક ફરિયાદો જિલ્લા વિકાસ અધિકારીને  મળતી હતી. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી […]

દેશભક્તિની મિશાલ છે આ આર્મીમેનનું ગામ – જ્યા દરેક ઘરમાથી યુવાનો સેનામાં જોડાઈ છે

દરેક યુવાઓ માટે સેનામાં સેવા આપવી તે દેશભક્તિની બાબત છે, આ સેનામાં જોડાયેલા લોકોને દેશભરમાં ખૂબ જ માન સમ્માન આપવામાં આવે છે તેઓ જ્યાં પણ જાય છે તેમની રિસ્પેક્ટ થાય છે ત્યારે આજે વાત કરીશું ગુજરાતના એક એવા ગામની કે અહીંના પરિવારમાંથી એકને એક પુત્ર તો સેનામાં હોય  જ છે. ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ગામ ‘મોટા’માં […]

બનાસકાંઠામાં પાણીના પ્રશ્ને ખેડુતોની મૌન રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા, કલેકટરને આવેદનપત્ર

પાલનપુરઃ ઉનાલાના આગમન સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના ધારાસભ્યોએ 5 કીલોમીટર સુધી મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ અપુરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code