1. Home
  2. Tag "Banaskantha"

ભારત માલા પ્રોજેક્ટ માટે મહેસાણા,બનાસકાંઠા સહિત 156 ગામમાં જમીન સંપાદનનું કામ શરૂ

અમદાવાદઃ ભારત માલા પ્રોજેક્ટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા  ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠાના થરાદથી લઇ અમદાવાદના દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી […]

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ ઉપર ઝીરો પોઇન્ટ નજીક સીમા દર્શન પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે

બોર્ડર ટુરીઝમને વિકસાવવાના ઈરાદાથી આ પ્રોજેકટ હાથ ધરાયો હતો 125 કરોડના ખર્ચે આ પ્રોજેકટ 2016થી હાથ ધરવામાં આવ્યો હતો પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમનીમાં 5 હજાર માણસોની બેઠક વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સાથે જોડાયેલો છે. સરહદ ઉપર ભારતીય સરક્ષા એજન્સીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠામાં  ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર સીમા […]

પાટણ અને બનાસકાંઠામાં જુદા જુદા અકસ્માતમા 4 લોકોએ જીવ ગુમાવ્યાં

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એકને ઈજા થઈ હતા. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

બનાસકાંઠાના પશુપાલકએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહયું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોઈ પણ ક્ષેત્રની વાત હોય જેમાં રાજ્યના યુવાનો, મહિલાઓ કે વૃદ્ધો હોય જેઓ નવતર પ્રયોગ કરીને કઈંક શ્રેષ્ઠ કરવાની જાણે નેમ લીધી હોય તેમ કાર્યો કરવા તૈયાર રહે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના કોટડા ગામના પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરી સમગ્ર જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ […]

બનાસકાંઠામાં ખનીજની થતી બેરોકટોક ચોરી, ભૂસ્તર વિભાગે ત્રણ ડમ્પર પકડીને લાખોનો દંડ ફટકાર્યો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી ત્રણ રેતી ભરેલા ડમ્પર કબજે કરી રૂપિયા 6.53 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભૂસ્તર વિભાગના ચેકિંગથી ખનીજ ચોરોમાં ફફડાટવ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. […]

બનાસકાંઠાના ખસા ગામની શાળા જર્જરિત બનતા ગ્રામજનો તાળાબંધી કરશે

પાલનપુર :  રાજ્યમાં સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ રાજ્યમાં અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામડાંની શાળાઓમાં પુરતા વર્ગખંડો નથી કે પુરતા શિક્ષકો નથી. પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સુવિધા વિહોણી શાળાઓનું નવીનીકરણ કરવાની માંગ કરવા છતાં માંગો ન સ્વીકારતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા બનાવો બનતા હોય છે.  ત્યારે પાલનપુર તાલુકાના ખસા […]

બનાસકાંઠાના શિહોરીમાં રાસાયણિક ખાતરની તંગીથી ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠાના કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની  લાઈનો લાગી ગઈ છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે. ત્યારે ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. રવી સીઝનમાં જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં હાલ રવિ […]

બનાસકાંઠામાં GRD ભરતીઃ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર ખાતે જીઆરડીની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. 600 જગ્યાઓ માટે 6 હજારથી વધારેની સંખ્યામાં નોકરી વાચ્છુકો ઉમટી પડ્યાં હતા. જેથી ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયાં હતા. એટલું જ નહીં કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થતું હોવાનું જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડતા સર્જાયેલી અવ્યવસ્થાને પગલે પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને પરિસ્થિતિ […]

બનાસકાંઠાઃ બીએસએફના નકલી આઈકાર્ડ સાથે બે ઝડપાયાં

બોર્ડ ટુરિઝમમાં કામ મેળવા કાર્ડ બનાવ્યાનો લુલો બચાવ પોલીસે બંનેની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી આરોપીઓની એમઓ જાણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નક્લી આઈકાર્ડ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ બનેએ નડાબેટમાં ચાલી રહેલા બોર્ડર ટુરિઝમમાં સિક્યુરિટીનું કામ મેળવા માટે નકલી કાર્ડ બનાવ્યાં હોવાનો લુલો બચાવ […]

બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે  ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code