1. Home
  2. Tag "Banaskantha"

કાર્બન ફુટપ્રિન્ટ ઘડાટવાની દિશામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દુનિયાને બતાવી નવી રાહ

સમગ્ર દેશ આજે સર્વાંગીણ વિકાસ માટે પ્રયાસરત છે. ભારત પણ પર્યાવરણની જાળવણી માટેનાં પ્રયાસો જેવા કે પરંપરાગત વપરાતા ઇંધણ જેવા કે પેટ્રોલ, ડીઝલ કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટાડી સૌર ઊર્જા, પવન ઊર્જા, CNG કે  ઇલેક્ટ્રિકથી ચાલતા  વાહનો,  ગોબર ગેસ  વગેરેના ઉપયોગ પર ભાર આપે છે. વિશ્વના અનેક  દેશો  તેમના દેશની માંગને પહોચી વળવા  પેટ્રોલીયમ  આયાત કરે […]

બનાસકાંઠાના નવાપુરા ગામે વીજળી પડતા બે સગી બહેનોના મોત, થરાદમાં મધરાતે વરસાદ તૂટી પડ્યો

પાલનપુરઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા વચ્ચે મોડીરાત્રે મેધરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ સુઇગામ […]

બનાસકાંઠાના ભાજપના મહિલા અગ્રણીને દિલ્હીમાં બંગલો ગિફ્ટ આપવાનુ કહીને ઠગાઈનો પ્રયાસ

પાલનપુરઃ ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને ઠગવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ ભાજપના મહિલા અગ્રણી સાથે બન્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના સિનિયર મહિલા આગેવાનને ગઠિયાએ પીએમઓના મુખ્ય સચિવ તરીકે ઓળખ આપી હતી. અને દિલ્હીમાં પાંચ કરોડનો બંગલાની ગીફટ આપવાની વાત કરી બંગલાનો પ્લાન વોટસએપ ઉપર આપી છેતરપિંડી આચરવાનો […]

બનાસકાંઠામાં ખેડુતોને વાડી-ખેતરના સેઢે ઊભેલા લીંબડામાંથી લીંબોળીની 2000 બોરીની આવક,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો પછાત ગણાય છે. છતાં જિલ્લાના મહેનતકશ ખેડુતો કૃષિ અને પશુપાલન ક્ષેત્રે રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લાના કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમજ પશુપાલનને લીધે દૂધના ઉત્પાદનમાં પણ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. હવે ખેડૂતો તેમની આવક વધારવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ખેતરના સેઢે ઊભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યાં છે […]

બનાસકાંઠામાં ખારા પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ભાઈ-બહેનના મોત, એકને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધા રહ્યા છે. જેમાં ભાભરના ખારા ગામ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતના બનાવમાં ભાઈ-બહેને પોતાના જીવ ગુમાવ્યા હતા. લાખણી તાલુકાના વજેગઢથી ભાભરની નર્સિંગ કોલેજમાં બહેનનું ફોર્મ ભરવા બાઈક પર સવાર થઈને જતાં ત્રણ ભાઈ બહેનને ભાભરના ખારા ગામ પાસે ઇકો ચાલકે સામેથી ટક્કર મારતાં ભાઇ અને એક બહેનનું મોત […]

બનાસકાંઠામાં 48875 ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને 32854 એકરમાં કર્યુ વાવેતર

પાલનપુરઃ ગુજરાતમાં સરકારના પ્રયાસો અને રાજ્યપાલ વ્યક્તિગત રસ લઈ રહ્યા હોવાથી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં 48875 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઑ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા […]

બનાસકાંઠામાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ પાલનપુર, અમીરગઢમાં વરસાદના ઝાપટાં પડ્યાં

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફોરો પણ અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી.જોકે  આજે દિવસ દરમિયાન પાલનપુરમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. ખેડુતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ પંથકમાં આજે સોમવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ ઝરમર […]

બનાસ નદીમાંથી રેતી ભરીને આવરણ ઢાંક્યા વિના દોડતા ડમ્પરોથી દ્વીચક્રી વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી છે. બનાસ નદીમાંથી રેતી ભરીને ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. ડમ્પરો આવરણ ઢાંક્યા વિના દોડતા હોવાને લીધે રેતી ઉડતી હોવાથી દ્વીચક્રી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી આરટીઓ દ્વારા આવા ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવા માગ ઊઠી છે. કંબોઇથી પાટણ તરફ દોડતા ઓવરલોડ ડમ્પરોમાં આવરણ નહીં ઢાંકવાથી […]

બનાસકાંઠાના લાખાણીમાં 8 ઈંચ, સરહદી નડાબેટનો રણ વિસ્તાર દરિયોમાં ફેરવાયો,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે ભારે વરસાદ પડ્યો છે. જેમાં જિલ્લાના લાખણી તાલુકામાં આઠ ઈંચથી વધુ, તેમજ સુઈગામ અને વાવમાં ત્રણ ઈંચથી વધુ, તથા પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. લાખાણીમાં તો માત્ર બે કલાકમાં સાંબેલાધારે સાડા છ ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે […]

બનાસકાંઠામાં કૃષિ વિભાગના બે ખેતીવાડી અધિકારી અને વચેટિયો લાંચ લેતા પકડાયા

પાલનપુરઃ રાજ્યમાં કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય કામમાં પણ લાંચ માગતા હોય છે. ઘણા જાગૃત લોકો લાંચ આપવા માગતા ન હોય એસીબીને ફરિયાદ કરતા હોય છે. એસીબી દ્વારા છટકું ગોઠવીને લાંચ માંગનારા અધિકારીઓ કે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વિભાગના બે ખેતીવાડી અધિકારી અને એક વચેટિયાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code