1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાના વાવ સહિત ત્રણ તાલુકામાં ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ

પાલનપુરઃ ગુજરાતના ખેડુતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લાના વાવ, સુઈગામ, અને દાંતીવાડામાં પ્રાકૃતિક ખેતીની સમજ આપવા માટે ખેડુતો માટે તાલીમ […]

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવ, દાતા હાઈવે પર હીટ એન્ડ રન, ઈકબાલગઢ નજીક ટ્રકે પલટી ખાધી

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એક જ દિવસમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. પાલનપુર-દાંતા હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવાનો ગંભીરરીતે ઘવાયા હતા. અકસ્માત બાદ કાર સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ઈકબાલગઢ […]

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવમાં વધારો, પશુપાલકોની કફોડી હાલત

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાંસના ભાવમાં વધારો થયો છે. તેના લીધે પશુપાલકોની હાલક કફોડી બની છે.  પશુપાલકો મોંઘાભાવનું ઘાંસ ખરીદી રહ્યા છે. જિલ્લામાં પશુપાલનનો મોટા વ્યવસાય છે, ગામડાંમાં પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. ત્યારે ખેડુતો સાથે પશુપાલકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર […]

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર ખાતે 21મી જુને રાજ્યકક્ષાનો ‘વિશ્વ યોગ ડે’ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિશ્વયોગ દિનની ઊજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત તમામ શહેરોમાં વિશ્વ યોગદિનની 21મી જુના રોજ ઊજવણી કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઊજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરાશે. વહિવટી તંત્ર દ્વારા પણ નજાબેટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તેમજ એસપી દ્રારા સ્થળને લઈ નિરીક્ષણ […]

ગુજરાતમાં ક્લિન સ્વીપનું ભાજપનું સપનું રળાયું, બનાસકાંઠામાં કોંગ્રેસના ગનીબેન ઠાકોરની જીત

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે દરેક બેઠક પર 5 લાખ મતોથી તમામ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પણ બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડું પાડીને ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપમાંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને […]

બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, આકાશમાં વાદળો ગોરંભાતા ગરમીમાં રાહત

પાલનપુરઃ બંગાળના સમુદ્રમાં ચક્રવાતને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આજે ગરૂવારે વહેલી સવારથી આકાશ વાદળછાંયુ બનતા લોકોએ અસહ્ય ગરમીમાં રાહત મેળવી હતી. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અહેસાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી લોકોને […]

બનાસકાંઠાના જેસોર અભ્યારણ્યમાં વન વિભાગ દ્વારા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ બનાવાયા

પાલનપુરઃ અસહ્ય ગરમીમાં વન્ય વિસ્તારમાં પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. અને ઘણીવાર પ્રાણીઓ પાણીની તલાસમાં ગામડાંઓમાં આવી જતા હોય છે. ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે જે રીતે કૃત્રિમ કુંડ બનાવીને પાણીની વ્યવસ્થા કરી છે તેવી જ રીતે બનાસકાંઠાના ઈકબાલગઢ નજીક આવેલા જેસોરના અભ્યારણ્યમાં વિહરતા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ […]

બનાસકાંઠામાં બે અકસ્માત, પાલનપુરમાં ટ્રકે 5 વાહનોને અડફેટે લીધા, અંબાજી નજીક ટ્રકે પલટી મારી

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવ બન્યા હતા. પ્રથમ અકસ્માત પાલનપુરના જૂના RTO સર્કલ પાસે સર્જાયો હતો. એક ટ્રકની બ્રેક ફેલ થતા એક બાદ એક પાંચ કારને ટ્રકે અડફેટે લીધી હતી. જીવ અધ્ધર કરી દેતા આ અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજો […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવ, ટ્રેલર બ્રિજ પરથી ખાબક્યું, ટ્રેકટર-રિક્ષા વચ્ચે અકસ્માત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ડીસા ઓવરબ્રિજ પરથી ટ્રેલર રેલિંગ તોડીને નીચે પટકાયું હતું. જોકે આ અકસ્માત સમયે સદનસીબે બ્રિજ નીચે લોકોની અવર-જવર ન હોવાથી જાનહાની ટળી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ અમીરગઢના ઈકબાલગઢ મહાદેવિયા પાસે ટ્રેકટર અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યુ હતું. પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code