1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણાના પાકમાં ભૂકી છારો નામના રોગથી ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનને લીધે ખેડુતો સવારથી સીમ-ખેતરોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રાસા પાકની ખેડુતો આશા રાખી રહ્યા હતા ત્યાં જ રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણા સહિતના પાકમાં ભૂકી છારો નામનો રોગચાળો વકરતા ખેડુતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. ખેડુતો પાકને બચાવવા […]

પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સહકારી બેન્કોમાં 4 લાખ નવા ખાતાં ખૂલ્યાં

ગાંધીનગરઃ  તમામ સહકારી સંસ્થાઓના સભાસદોના ખાતાઓ સહકારી બેંકોમાં જ ખોલાવવાના લક્ષ્યાંક સાથે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણને પરિણામે આ જિલ્લાઓની મધ્યસ્થ સહકારી બેન્કોમાં 4 લાખ કરતાં પણ વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ બંને બેંકોની ડિપોઝીટમાં રૂ. 700 કરોડ કરતાં પણ વધારે રકમનો વધારો થયો છે તેમ, સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું […]

બનાસકાંઠામાં RTO દ્વારા ડ્રિંક & ડ્રાઈવ સામે ઝૂંબેશ, 160 જેટલાં ડ્રાઈવિંગ લાયસન્સ કર્યા સસ્પેન્ડ

પાલનપુરઃ રાજ્યમાં વધતા જતાં માર્ગ અકસ્માતોને રોકવા માટે વાહનચાલકો પાસે ટ્રફિકના નિયમોનું કડક પાલન કરાવવા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તેમજ ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ યાને દારૂ પીને વાહનો ચલાવનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરટીઓ અને પોલીસ […]

બનાસકાંઠાના 2685 ખેડુતોએ 10909.250 મે. ટન બાજરીનું ટેકાના ભાવે કર્યું વેચાણ

પાલનપુરઃ  બનાસકાંઠામાં છેલ્લા કેટલાક વર્ષથી કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખરીફ સીઝનમાં બાજરીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું હતું. પણ સીઝન ટાણે જ બાજરીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદીની જાહેરાત કરાતા ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 30.54 […]

થર્ટીફસ્ટને લીધે છેલ્લા બે દિવસથી બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ

પાલનપુરઃ બનાસકાંઠા સરહદી જિલ્લો ગણાય છે. નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા-જતા વાહનોની વણઝાર જોવા મળતી હોય છે. થર્ટી ફસ્ટને લીધે રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં દારૂની હેરાફેરી પણ થતી હોવાથી બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી […]

બનાસકાંઠામાં ખાણ-ખનીજના અધિકારીની જીપમાં GPS લગાવી જાસુસી કરનારા 3 શખસો પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ગણાતા ખનીજ માફિયા તંત્રને પણ ગાંઠતા નથી. ખનીજ વિભાગ દ્વારા જે તે વિસ્તારોમાં સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. આખી કેટલાક ખનીજ માફિયાએ ફનીજ વિભાગની સરકારી જીપમાં ચોરી છૂપીથી જીપીએસ લગાવી દીધુ હતું હતું. જેથી ખાણ વિભાગના અધિકારીઓ ક્યા વિસ્તારમાં ચેકિંગ માટે જાય છે. તેની માહિતી મળી જતી હતી. આ બાબતની જાણ […]

બનાસકાંઠામાં માધ્યમિક શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક 10 હજારની લાંચ લેતા ઝડપાયા

પાલનપુરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, બનાસકાંઠાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક શાળાના આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવાર પાસેથી 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ 10,000 ની લાચ લેતા રંગે હાથે ઝડપાતા […]

બનાસકાંઠા જિલ્લા પચાયતમાં DDOએ DHOના તમામ પાવર લઈ લેતા સર્જાયો વિવાદ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના તમામ પાવર પરત ખેંચી લેતા વિવાદ વધુ વકર્યો છે. હવે ગાંધીનગરથી દરમિયાનગીરી કરાયા બાદ જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. ક્લાસ વન બન્ને અધિકારીઓના વિવાદને જિલ્લા પંચાયતના કર્મચારીઓ મુક પ્રેક્ષક […]

બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને રેશનિંગની દુકાનો પર ફરજ સોંપાતા ઊઠ્યો વિરોધ

પાલનપુરઃ ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત મતદાર નોંધણી, સહિત અન્ય કામગીરી સોંપાતી હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે બનાસકાંઠામાં શિક્ષકોને રેશનિંગની દુકાનો પર વિતરણ વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાતા શિક્ષકોમાં ભારે નારાજગી ઊભી થઈ હતી. આ મામલે ભારે વિરોધ ઊભો થયા બાદ  જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા […]

બનાસકાંઠામાં પાલનપુર સહિત 6 પાલિકાના કરોડોના બાકી વીજ બીલની વસુલાત માટે નોટિસ

પાલનપુરઃ રાજ્યમાં ઘણીબધી નગરપાલિકાઓ આર્થિક હાલત નબળી છે. ટેક્સની પુરતી આવક થતી ન હોવાથી નગરપાલિકાઓએ સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. ઘણી નગરપાલિકાઓ બાકી વીજળી બિલ પણ ભરી શકતી નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાઠામાં પાલનપુર સહિત અડધો ડઝન નગરપાલિકાના વીજ બિલ કરોડો રૂપિયા બાકી છે. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની નોટિસ ફટકારીને વીજ કનેક્શન કાપવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code