1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લીધે કપાસ, વરિયાળી અને એરંડા સહિત ખેતીપાકને નુકશાન

પાલનપુરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં સર્જાયેલી માવઠાની આફત સમી ગઈ છે, પણ શનિવાર અને રવિવારે પડેલા માવઠાએ કેટલાક વિસ્તારોમાં કૃષિપાકને નુકશાન પહોંચાડ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે. માવઠાથી  એરંડા, કપાસ, વરીયાળી જેવા પાકોમાં ભારે નુકસાન થયું  હોવાનું ખેડુકો કહી રહ્યા છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી, […]

બનાસકાંઠામાં આજથી બેદિવસીય કૃષિ મેળો યોજાશે, ખેડુતોને સહાય યોજનાની સમજ અપાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કૃષિમેળાનો આજથી પ્રારંભ થશે. આજે તા. 24મી નવેમ્બરથી બે દિવસ માટે યોજાનારા કૃષિ મેળામાં ખેડુતોને વિવિધ પાક તેમજ સરકાર તરફથી મળતી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના 14 તાલુકાઓમાં 14 અને પિયતના નવા સોર્સમાં એક એમ મળી કુલ 15 રવિ કૃષિ મેળા યોજવામાં આવશે. કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રવિ સીઝનમાં રવિ […]

બનાસકાંઠામાં ઝેરડા ગામ નજીક સીપુ કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ

પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઝેરડા ગામ નજીક સીપુ કેનાલમાં ગાબડું પડતાં પાણી કેનાલમાં આગળ જવાને બદલે પાઈપ મારફતે વેડફાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજીબાજુ ખેડુતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. પાણી માટે ટળવળતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાને બદલે પાણી વેડફાઈ જતા ખેડૂતોમાં […]

બનાસકાંઠાના મુડેઠા ગામે યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 400થી વધુ અશ્વસવારોએ લીધો ભાગ

પાલનપુરઃ ગામડાંઓમાં તહેવારોનું મહાત્મ્ય વધુ હોય છે. તમામ તહેવારો ગ્રામજનો સાથે મળીને ઊજવતા હોય છે. કેટલાક ગામોમાં વર્ષોથી પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરાતું હોય છે. ઝાલાવાડના કેટલાક ગામોમાં બેસતા વર્ષે ગોવાળો પાછળ ગાયો દોડાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે વર્ષોથી પરંપરાગત યોજાતી અશ્વદોડ સ્પર્ધા ભાઈબીજના દિને યોજવામાં આવી હતી. જેમાં 400થી વધુ […]

બનાસકાંઠામાં શ્રમિકો માટે સાત ભોજન કેન્દ્રો શરૂ કરાયા, થરાદમાં શંકર ચૌધરીએ કરાવ્યો પ્રારંભ

પાલનપુરઃ બનાસકાંઠામાં શ્રમિકો માટે સાત જેટલા ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે. અને શુક્રવારે ભોજન કેન્દ્રોના ઉદઘાટન સમારોહ યોજાયા હતા. જેમાં થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્ય સરકાર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, […]

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડનું ડ્રગ્સ પકડાયું

વિદેશી મહિલા બસમાં દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી મહિલા પાસેથી ઝડપાયું કરોડોની કિંમતનું ડ્રગ્સ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ દરોડાની કાર્યવાહીની સાથે સાથે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે. […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, મીઠાઈ અને ઘી સહિત રૂ. 9.29 લાખનો જથ્થો સીઝ કરાયો

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે. તાજેતરમાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા પદમનાથ ફૂડ પ્રોડક્ટસ અને  ખંડેલવાલ ડેરી પ્રોડકટસ નામની બે […]

બનાસકાંઠામાં ખેડુતોએ જ સરકારી તંત્રની આશા રાખ્યા વિના જાતે જ કેનાલમાં સફાઈ આદરી

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનની વાવણીનું કાર્ય શરૂ થઈ ગયું છે. દરમિયાન સિંચાઈ માટેની કેનાલોમાં વૃક્ષોના ડાળી-ડાંખળાં, અને કચરો ભરાયેલો છે. જો કેનાલોમાં પાણી છોડવામાં આવે તો કચરાને કારણે પાણી ખેતરો સુધી પહોંચી શકે તેમ નથી. આ અંગે ખેડુતોએ અવાર-નવાર સિંચાઈ વિભાગને રજુઆતો કરવા છતાંયે કેનાલો સાફ કરવામાં ન આવતા આખરે ખેડુતોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને કેનાલોની […]

બનાસકાંઠામાં ગાંજાનું વાવેતર પકડાયું, સવા કરોડની કિંમતના 1700થી વધુ છોડ કબજે કરાયાં

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. હવે તો ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ગાંજાનું વાવેતર થવા લાગ્યુ છે. ત્યારે પોલીસ પણ એલર્ટ બની છે. બનાસકાંઠાના થરા તાલુકાના વડા ગામની સીમમાંથી પોલીસે સવા કરોડની કિંમતના ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. ખેડૂતો ખેતરમાં કપાસ અને એરંડાની વચ્ચે વાવેલા ગાંજાના 1700થી વધુ છોડ મળી […]

બનાસકાંઠાની સરકારી શાળાઓમાં આરોગ્ય તપાસણી, 353 બાળકોને હ્રદયની બિમારી

પાલનપુરઃ ગુજરાતમાં હ્રદયની બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે. હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. કોઈપણ બિમારીની શરૂઆતમાં જ જાણ થાય તો બિમારીના ઈલાજથી દર્દીને રોગમુક્ત કરી શકાય છે. રાજ્યમાં શાળાના બાળકોની આરોગ્ય તપાસણી દરમિયાન ઘણા બાળકોને ગંભીર બિમારીઓ જણાતા સરકારી ખર્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code