1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં મગફળીના પાકનું બમ્પર ઉત્પાદન, ડીસા યાર્ડમાં સવા લાખ બોરીની આવક

પાલનપુરઃ ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે. જેમાં રાજકોટ, દ્વારકા અને સોરઠ પંથકમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં પણ મગફળીનું વાવેતર ખેડુતો કરવા લાગ્યા છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને હવે તો બનાસકાંઠા પણ ખેડુતો મગફળીનું વાવેતર કરીને સારૂએવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠામાં […]

બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીમાં ખાણ માફિયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા

પોલીસ સાથે મળીને પાડ્યાં દરોડા દરોડા દરમિયાન 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો તંત્રની કાર્યવાહીને પગલે ખાણ માફિયાઓમાં ફફડાટ અમદાવાદઃ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન કાંકરેજના મોટા જામપુરની બનાસ નદીમાં ખાણ ખનીજ વિભાગ અને શિહોરી પોલીસે દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે સ્થળ પરથી 15 જેટલા […]

બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સઃ ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં એથ્લેટિક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સમાં અંડર-14માં 200 મીટર દોડમાં ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમે મેળવીને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સમાં ભાભરની સ્કૂલ રાધે ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંડર 14ની 200 મીટર દોડમાં કમલેશ મહેશભાઈ ઠાકોરે પણ ભાગ લગાવ્યો હતો. અંડર 14ની 200 મીટરની દોડમાં […]

બનાસકાંઠાઃ જ્વેલર્સ પેઢીના કર્મચારીઓને આંતરીને બુકાનીધારીઓએ આચરી 10 કિલો સોનાની લૂંટ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ડીસા-પાલનપુર હાઈવે પર અમદાવાદના જ્વેલર્સ ગ્રુપની કારને આંતરીને 3 લૂંટારુઓએ 10 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. લૂંટની આ ઘટનામાં જાણ ભેદુની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. પ્રાપ્ત માહિતી […]

બનાસકાંઠાના શિહોરીના બલોચપુરા આશ્રમમાંથી ત્રણ કિલો ચરસ પકડાયુ, બે શખસોની અટકાયત

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ચરસ. ગાંજો સહિત લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સના રેકેટને પકડી પાડવા પોલીસ તંત્ર પણ જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા SOG પોલીસે શિહોરી વિસ્તારમાંથી ત્રણ કિલોથી વધુ ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. SOG પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે […]

રાજસ્થાનથી બનાસકાંઠા તરફ આવી રહેલા તીડના ટોળાં નથી પણ ગ્રાસહોપર છે, ખેડુતોને રાહત

પાલનપુરઃ રાજસ્થાન તરફથી તીડના ટોળાં ગુજરાત ભણી એટલે કે બનાસકાંઠા જિલ્લા કરફ આવી રહ્યા હોવાના વાવડ મળતા જ જિલ્લાનું વહિવટી તંત્ર ઉપરાંત કૃષિ વિભાગે પણ તીડ કૃષિપાકને નુકશાન ન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને આ બાબતની રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા વાવના સરહદીયા મિઠાવી ચારણમાં તીડ નહીં પરંતુ […]

બનાસકાંઠામાં 510 શિક્ષકો અન્ય જિલ્લામાંથી ટ્રાન્સફર મેળવીને આવ્યા છતાં હજુ 628 જગ્યા ખાલી

પાલનપુરઃ બનાસકાંઠામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 1000થી વધુ જગ્યાઓ ખાલી હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડતી હતી. આથી શિક્ષણ વિભાગ દ્વારા આંતર જિલ્લા બદલીનો કેમ્પ યોજાયો હતો. જેમાં વતનનો લાભ લેવા 510 જેટલા શિક્ષકો અન્ય જિલ્લાઓમાંથી ટ્રાન્સફ મેળવીને બનાસકાંઠા આવ્યા છે.તેથી જિલ્લામાંથી 1139 જેટલી ખાલી જગ્યામાંથી 510 શિક્ષકોની ઘટ પુરાતા હજુ 629 શિક્ષકોની જગ્યા ખાલી […]

બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે વન વિભાગની 19 નર્સરીઓમાં 66 લાખ રોપાઓ ઉછેરાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારા વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે, જિલ્લાના વન વિભાગ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો, સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લાને લીલોછમ્મ- હરિયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પવિત્ર ઉપવન, પંચવટી, અર્બન ફોરેસ્ટ, વન […]

બનાસકાંઠામાં ભારે બફારા બાદ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી,

પાલનપુરઃ બનાસકાંઠામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે ફરીવાર પધરામણી કરી છે. ચેલ્લા ઘણા દિવસથી ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ધાનેરાના બોર્ડર વિસ્તાર બાપલા, વાછોલ, વક્તાપુરા ગ્રામીણ વિસ્તાર તેમજ પાલનપુર વડગામ અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક […]

બનાસકાંઠામાં ડુબી જવાના જુદા જુદા બનાવોમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત

પાલનપુરઃ  બનાસકાંઠામાં ભારે વરસાદથી નદી-નાળાં અને તળાવોમાં પાણી ભરાયા છે. ત્યારે પાણીમાં ડુબી જવાના જુદા જુદા બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામે તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓ ડુબી જતાં મોત નિપજ્યા હતા. જ્યારે દાંતા તાલુકાના રંગપુર નજીક નદીના પ્રવાહમાં પિતા-પૂત્ર તણાયા હતા. પૂત્રને બચાવવા પિતાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું અને બન્ને તણાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code