1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાના વડગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત

લોખંડના તાર ઉપર કપડા સુકવતી મહિલાને લાગ્યો હતો કરંટ મહિલાને બચાવવા જતા પતિ અને પુત્રને પણ લાગ્યો કરંટ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આ સિઝનમાં શોર્ટસરકીટના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન બનાસકાંઠાના નાવિસણા ગામમાં વીજ કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું મોત થયું હતું. લોખંડના તાર […]

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠામાં વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી

જિલ્લામાં ધીમીધારે વરસાદી રહેલા વરસાદથી જળાશયોમાં નવા પાણીની આવક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ફેલાઈ ખુશી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠામાં વરસાદને પગલે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠામાં સવારથી […]

બનાસકાંઠામાં ધોરણ 6થી 12ના પાઠ્ય પુસ્તકો અછત, ક્યાંથી ભણશે બાળકો ?

પાલનપુરઃ રાજ્યભરમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિના અમલ સાથે જ પાઠ્ય-પુસ્તકોમાં કેટલાક પ્રરણો ઉમેરવામાં આવ્યા છે. તો કેટલાક પ્રકરણો રદ કરવામાં આવ્યા છે. એટલે ધોરણ 6થી12માં નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પુરતા પાઠ્ય-પુસ્તકો ફાળવવામાં ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 9 થી 12ના મહત્વના […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલઃ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમીરગઢમાં સવા […]

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો, ગોવા રબારી પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ગોવા રબારીની સાથે તેમના 200થી વધારે કાર્યકરો પણ ભાજપમાં જોડાયાં હતા. LIVE: ઉત્તર ગુજરાત બક્ષીપંચ સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના […]

બનાસકાંઠામાં મેઘો બન્યો આફતરૂપ, અમીરગઢમાં નાળું તૂટતા ત્રણ ગામો બન્યા સંપર્ક વિહોણા,

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડા બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેમાં અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાની અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં 3 ગામો […]

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદની સાથે સાથે કરા પડ્યા

પાલનપુરઃ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અષાઢી માહોલ સર્જાયો હતો, જેમાં બનાસકાંઠામાં ગઈ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આજે વહેલી સવારથી ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં  દાંતા અને ધાનેરામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો. જો કે […]

બનાસકાંઠામાં શાળાના 574 બાળકોને ગંભીર બિમારી, હવે અમદાવાદમાં સારવાર મફતમાં કરાવાશે

પાલનપુરઃ ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની શાળાઓના બાળકોની આરોગ્ય તપાસણી સમયાંતરે કરવામાં આવી રહી છે. જેમાં જે બાળકોને ગંભીર બિમારી હોય તો તેમને સરકારી ખર્ચે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં કુલ 574 બાળકોને હૃદય, કિડની, કેન્સર સહિતની બિમારીઓ  જોવા મળી હતી. જેની સારવાર […]

ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાભરમાં આવેલી જાણીતી સ્કૂલ શ્રી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની ધો-10ના વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઈને સ્કૂલ અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2022-23 ધોરણ-10 બોર્ડ પરિણામમાં ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે-સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code