બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે 15મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી આઠ વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે
ભૂજઃ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે મુસાફરોને વધુ સુવિધા મળી શકે તે માટે વધારાની 8 વિન્ટર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન તા. 15મી ડિસેમ્બરથી તા. 5 જાન્યુઆરી સુધી ચાલશે. વિન્ટર સ્પેશ્યલ ટ્રેનો બંને તરફ ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. […]