ગુજરાતમાં વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવનારા કુટુંબોને માં અને માં વાત્સલ્ય કાર્ડ અપાશે
અમદાવાદઃ રાજ્યમાં આગામી તા.23મી સપ્ટેમ્બરથી વર્ષે 6 લાખ સુધીની આવક ધરાવતા 80 લાખ કુટુંબોને માં અને માં વાત્સલ્ય કાર્ડની સુવિધાનો લાભ અપાશે. 23 તારીખથી સરકાર દ્વારા મેગા ડ્રાઇવ કરાશે 80 લાખ કુટુંબ સુધી આ કાર્ડની સુવિધા પહોંચાડાશે. જેમાં 4 લાખથી લઈને 6 લાખ સુધીની આવકમર્યાદા સુધી લાભ અપાશે.તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. […]