1. Home
  2. Tag "BENGALURU"

બેંગલુરુ: ફ્લાઈટમાં પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી

બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

બેગ્લુરુમાં પાણીની સમસ્યા વચ્ચે પાણી પુરવઠા બોર્ડે મહત્વનો નિર્ણય

પીવાના પાણીથી કારવોશ સહિતની કામગીરી નહીં કરાય નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે દંડાત્મ કાર્યવાહી બેંગ્લુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને હાલ ઉંચી કિંમતમાં પાણીના ટેન્કર મળી રહ્યાં છે. બેંગ્લોરમાં હાલ ટેન્કર રાજ હોવાનું લાગી રહ્યું છે. પાણી સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા […]

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી […]

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે […]

‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ યોજાયો

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, […]

બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા

બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીએ […]

પીએમ મોદીએ બેંગલુરુમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતેની ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી

દિલ્હી: ભારતની ટેક કેપિટલ બેંગલુરુમાં કન્સ્ટ્રક્શન જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રોએ તાજેતરમાં 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે બનેલી પ્રથમ પોસ્ટ ઓફિસનું નિર્માણ કર્યું છે. બાયોકોનના ચેરમેન કિરણ મઝુમદાર શૉએ આ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી છે. બેંગ્લોરમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ 23 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંપરાગત ઇમારતની સરખામણીમાં આ રકમ 40 ટકા […]

13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે,શરદ પવારની જાહેરાત

દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાગઠબંધનની કવાયતમાં લાગેલા વિપક્ષી પક્ષોની બેઠકનો બીજો તબક્કો હવે બેંગલુરુમાં યોજાશે. પહેલા સુધી એવું કહેવામાં આવતું હતું કે બેઠક શિમલામાં યોજાશે, પરંતુ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે બેઠકનું સ્થળ બદલવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે 13 અને 14 જુલાઈએ બેંગલુરુમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. પુણેમાં પત્રકાર […]

બેંગલુરુમાં G20 TIWGની યોજાશે બેઠક,WTOમાં સુધારા, વૈશ્વિક વેપારના મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી : ભારતના G20 પ્રમુખપદ હેઠળ બીજી ‘ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ’ (TIWG) બેઠકનું આયોજન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 23 થી 25 મે દરમિયાન કરવામાં આવી રહ્યું છે. બીજી TIWG બેઠકનું ઉદ્ઘાટન 24 મેના રોજ થશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ આ બેઠકનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ બેઠકમાં G-20 દેશોના 100 પ્રતિનિધિઓ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code