1. Home
  2. Tag "Bhadravi Poonam Mela"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 19 લાખ પેકેટ વેચાયા

પ્રસાદમાં ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા ભાવિકોમાં ચીકી કરતા મોહનથાળને પ્રસાદમાં  પ્રથમ પસંદગી,   અંબાજી મંદિરને 500 ગ્રામથી વધુ સોનું ભેટમાં મળ્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાની ગઈકાલે પૂર્ણ થયો હતો. સાત દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદરૂપે મોહનથાળના 19 લાખ પેકેટો વેચાયા […]

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે તા. 23મી સપ્ટેમ્બરથી રંગેચંગે પ્રારંભ થશે. પરગામથી અનેક યાત્રાળુ સંઘો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વખતે લાખો લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિકને પહોંચી વળવા એસટીની 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ: પ્રસિદ્ધ અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાને હવે બે દિવસ બાકી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો ઉમટી પડવાની શક્યતા છે. પગપાળા સંઘોએ અંબાજી જવા માટે પ્રયાણ કરી દીધુ છે. આ વખતે 10 લાખથી વધુ ભાવિકો અંબાજીના મેળામાં ઉમટી પડે તેવી શક્યતાને લીધે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી […]

અંબાજીમાં 23મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે બેઠક મળી

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code