સુરતનું ભાંડુત ગામ રાજ્યનું સૌપ્રથમ ડિઝલપંપ મુકત ગામ બન્યું
અમદાવાદઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ 100 % સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત […]