1. Home
  2. Tag "Bhavnagar district"

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે […]

ભાવનગર જિલ્લામાં 281 પ્રવાસી શિક્ષકોની 1લી માર્ચથી ભરતી કરવાનો નિર્ણય

ભાવનગરઃ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવા માટે ધો.1થી ધો.8 સુધીની શાળાઓમાં કુલ 281 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. ખાલી રહેલી જગ્યાઓ નિયમિત રીતે ન ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસ દીઠ માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ અંગે જાણકારી […]

ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચનાલયો બનાવાશે

ભાવનગરઃ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની નોકરી માટે બહાર પડાયેલી જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સરકારી નોકરીઓ માટે હાલમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીના અભાવે તૈયારી કરી શકતા નથી અને ગ્રામ્યના લોકો પણ વાંચનનો શોખ પુરો કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ગ્રામ્યજનોની […]

ભાવનગર જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મર્જના નામે બંધ કરવા સામે કોંગ્રેસનો વિરોધ

ભાવનગરઃ જિલ્લામાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તેવી શાળાઓને બીજી સાળાઓમાં મર્જ કરવામાં આવી રહી છે. સરકારની આ નીતિ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં 100 જેટલી શાળાઓ સરકારી નીતિને કારણે બંધ થઈ રહી હોવાનું  કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના […]

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં […]

ગોહિલવાડ પંથકમાં ખાતરના ભાવ વધારાનો ખેડુતો દ્વારા કરાયો વિરોધ

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં રવિ સીઝનમાં સારૂંએવું વાવેતર કરાયુ છે. ચોમાસામાં સારા વરસાદને લીધે હાલ સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેતું હોવાથી ખેડુતોને પણ સારાએવા ઉત્પાદનની આશા છે. હાલ રવિ સીઝનમાં ખાતરની ખાસ માગ ઊભી થઈ છે. ત્યારે જિલ્લામાં ખાતરની તંગી ઊભી થઈ છે. બીજીબાજુ ખાતરના ભાવોમાં પણ છેલ્લા 3 માસમાં 40% થી લઇ 100% સુધીનો ભાવ […]

ગોહિલવાડ પંથકમાં રવિપાકના વાવેતરમાં 24.38 ટકાનો વધારો, ડુંગળીનું 26,600 હેકટરમાં વાવેતર

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં  આ વર્ષે તમામ મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયેલો હોય અને મોટા ભાગના ડેમ ચોમાસાના અંત સુધી 100 ટકા ભરાયેલા હોય આ વર્ષે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.  ગત વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 73,400 હેકટર થયું હતુ. તે આ વર્ષે 17,900 હેકટર વધીને […]

ભાવનગર જિલ્લામાં 58,700 હેક્ટરમાં રવિપાકનું વાવેતર, ડુંગળીના વાવેતરમાં જિલ્લો મોખરે

ભાવનગરઃ  જિલ્લામાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 58,500 હેકટરમાં આરંભિક તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે. જે હવે ઠંડી જામતા આગળ વધશે. ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 38,700 હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં બે ગણું વધીને 58,700 હેકટરમાં થઇ […]

ભાવનગર જિલ્લાના 473 ગામોની ચૂંટણી 19મી ડિસેમ્બરે, ગ્રામ પંચાયતો સમરસ બનાવવાના પ્રયાસો

ભાવનગરઃ ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ  જાહેર કરવામાં આવી છે.  જેમાં ભાવનગર જિલ્લામાં 437 ગામડાંઓમાં તા.19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ તા. 22મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દરમિયાન જિલ્લાના સત્તાધિશો દ્વારા વધુને વધુ ગ્રામ પંચાયતો બિનહરિફ યાને સમરસ બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના […]

ભાવનગર જિલ્લામાં રવિપાકનું 5100 હેક્ટરમાં વાવેતર, ઠંડી વધશે એટલે વાવેતરમાં પણ વધારો થશે

ભાવનગરઃ  જિલ્લામાં સારા વરસાદને કારણે સિંચાઈના પાણી માટે કોઈ અગવડ પડે તેમ નહોવાથી આ વર્ષે રવિ સીઝનનું બમ્પર વાવેતર થાય તેવી શક્યતા છે. હવે ગુલાબી ઠંડીનો આરંભ થઇ જતા પંથકમાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 5100 હેકટરમાં પ્રથમ તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code