1. Home
  2. Tag "Bhavnagar University"

M K ભાવનગર યુનિવર્સિટીમાં ફરિયાદો ઉઠ્યા બાદ આખરે 9 વિદ્યાશાખાના ડીનની નિમણૂંક

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કૂલપતિ સહિત મહત્વના પદ ઈન્ચાર્જથી ચાલી રહ્યા છે. ઉપરાંત છેલ્લા ઘણા લાંબા સમયથી જુદી જુદી ફેકલ્ટીના ડીનની પોસ્ટ ખાલી હતી અને કોઈના કોઈ કારણે આ ડીનની નિયુક્તિ કરવાનો સમય લંબાતો જતો હતો પણ આખરે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. એમ એમ ત્રિવેદીએ લાંબા સમયથી બાકી રહેલી નિમણૂકોને સ્ટેચ્યુટરી જોગવાઈ અનુસાર મંજૂરીની […]

ભાવનગર યુનિવર્સિટીમાં ઈન્ચાર્જથી ચાલતો વહિવટ, કૂલપતિ અને અધિકારીઓ પણ કાયમી નહીં

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કૂલપતિથી લઈને મહત્વની જગ્યાઓ પર ઈન્ચાર્જથી વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. ઇન્ચાર્જથી ચાલતા વહિવટને કારણે યુનિવર્સિટીના અનેક વિકાસ કામો લાંબા સમયથી અટકી પડયા છે. ત્યારે કૂલપતિની કાયમી નિમણૂક કરવા કોંગ્રેસ કારોબારી સભ્ય રાજુ બેરડીયાએ રજૂઆત કરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ વિભાગના ડીનની જગ્યાઓ ખાલી છે. ફેકલ્ટી ડીન […]

મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના આંતર કોલેજ યુવક મહોત્સવ ‘મનભાવન’નો પ્રારંભ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે 31મો આંતર કોલેજ યુવક મહોત્સવ મન ભાવકનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસદ ભારતીબેન શિયાળ તથા યુવરાજ જયવીરાજસિંહ ગોહિલના  હસ્તે કરાયુ હતુ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 31 મો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં  ધન્ય ગુર્જરી ધરા, ધન્ય ગુર્જર નાર, નારી શક્તિ વંદના કાર્યક્રમનો લોકસભાના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળની […]

મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના યુવક મહોત્સવમાં 1162 વિદ્યાર્થીઓ ભાગ લેશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આગામી તા. 2જી નવેમ્બરના રોજ યોજાશે. આ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 60 કોલેજોના 1162 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. યુનિ. દ્વારા યુવક મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ આગામી તા. 2 નવેમ્બરથી પાંચ નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષે ભાગ […]

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં 3750 બેઠકો સામે માત્ર 1361 ફોર્મ જ ભરાયાં

ભાવનગરઃ વર્ષો પહેલા વિજ્ઞાન કોલેજોનો એક જમાનો હતો. હવે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિત પેરા મેડિકલ સહિતની કોલેજોની સંખ્યામાં વધારો થતાં વિજ્ઞાનની કોલેજોમાં પ્રવેશનો ક્રેઝ ઘટી ગયો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની સાયન્સ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા માટે આજે તા.23 મેને મંગળવાર અંતિમ દિવસ હતો. ત્યારે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે કોઇ ધસારો જોવા મળ્યો નથી. યુનિ. સંલગ્ન કોલેજોમાં […]

ભાવનગર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવન દ્વારા 6ઠ્ઠી માર્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ થશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપક્રમે આગામી તા.6 માર્ચે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2023)નું આયોજન કરાયું છે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. અને પોતાના રિસર્ચ પેપરો રજુ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશનું ભાવિ વિકાસ સામગ્રી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન […]

મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના ગાંધી વિચાર કેન્દ્રને આખરે તાળાં મારવા પડશે

ભાવનગરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ભાવનગર સાથેનો સંબંધ ગાઢ રહ્યો છે. ભાવનગરમાં મહાત્મા ગાંધીજીએ કોલેજ કક્ષાનું શિક્ષણ લીધુ એ  યુનિવર્સિટીમાં  ગાંધી વિચાર કેન્દ્ર  વર્ષોથી કાર્યરત છે, એને હવે કાયમી તાળા મારવાનો વખત આવ્યો છે. ઇ.સ.2010 એટલે કે છેલ્લાં 12 વર્ષથી યુજીસીની કોઇ પણ પ્રકારની ગ્રાન્ટ વગર આ સેન્ટર ચાલતું હતુ આ સેન્ટર હવે કાયમીપણે બંધ કરવા […]

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિ.માં પ્રવેશ પૂર્ણ થયા બાદ 50 ટકા બેઠકો ખાલી

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ધો.12 પછી પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં કુલ 27000 બેઠકો પૈકી 13,408 બેઠકો  પ્રવેશના ત્રણ રાઉન્ડના અંતે ભરાઇ છે અને તેની સામે 13,592 બેઠકો ખાલી રહી ગઇ છે. યુનિ.માં ટકાવારીની દ્રષ્ટિએ 49.66 ટકા બેઠકો ભરાઇ છે અને 50.34 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. […]

ભાવનગર યુનિવર્સિટીના દ્વારા યોજાયેલી ‘રન ફોર તિરંગા’ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાં

ભાવનગરઃ દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઊજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટી દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરાયું હતું. આ યાત્રાને ધારાસભ્ય વિભાવરી દવે અને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહએ તિરંગો ફરકાવીને વિદ્યાર્થીઓની રન ફોર તિરંગા રેલીને […]

ભાવનગર યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, આર્ટસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત અને સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ચાલી રહેલી કાર્યવાહીના ત્રીજા રાઉન્ડના અંતે કોલેજોમાં કુલ 29,340 બેઠકો પૈકી 14,558 બેઠકો ભરાઈ ગઈ છે જ્યારે વધુ 14,782 બેઠકો ખાલી રહી ગઇ છે. એટલે કે 49.62 ટકા બેઠકો ભરાઇ છે અને 50.38 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. ખાસ તો કોમર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code