અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભૂવા પાછળ મ્યુનિ.કોર્પોરેશને 3 કરોડનો ખર્ચ કર્યો
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો બનતા હોય છે. ચાલુ વર્ષના ચોમાસામાં 73 ભૂવાઓની મરામત પાછળ 3 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે નવા વાડજમાં પડેલા ભૂવાના રીપેરિંગ પાછળ જ 38 લાખનો તોતિંગ ખર્ચ કરાયો હતો. ઉપરાંત શહેરમાં ઈન્દ્રપુરી વોર્ડમાં કડિયાનાકાથી તુષારભાઈ દેશમુખ ગાર્ડન રોડ પર પડેલા ભૂવા પાછળ 20 લાખ, […]