1. Home
  2. Tag "bihar"

નરેન્દ્ર મોદીએ બિહારને 12,100 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બિહારના દરભંગા પહોંચ્યા અને રાજ્યને 12,100 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટમાં આપી. આ દરમિયાન તેમણે દરભંગામાં બિહારની બીજી AIIMSનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બુધવારે દરભંગા પહોંચ્યા અને રિમોટથી ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને 12,100 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓ […]

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

મૂળભૂત સૂચકાંકોમાં બિહારનું પ્રદર્શન સારું છેઃ નીતિ આયોગના CEO

ભોપાલઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમે કહ્યું કે બિહાર શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મૂળભૂત સૂચકાંકોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી થોડા વર્ષોમાં તે વધુ સારો વિકાસ કરશે. ગયામાં મંગળવારથી શરૂ થઈ રહેલા ‘ડેટા ડ્રિવન ગવર્નન્સ’ પરની રાષ્ટ્રીય પરિષદની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા, વાત્રાએ કહ્યું કે વધુ સારા શાસન અને સેવા […]

બિહારઃ સોન નદીમાં એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યાં, પાંચના મૃતદેહ મળ્યા

પટનાઃ રોહતાસના તુમ્બા ગામમાંથી પસાર થતી સોન નદીમાં એક જ પરિવારના સાત બાળકો ડૂબી ગયા હતા. આમાંથી પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોની શોધખોળ ચાલુ છે. પોલીસ સ્થાનિક ગોતાખોરોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બે બાળકોને શોધવા માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે. પાંચ બાળકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનું […]

બિહારઃ નેપાળ લઈ જવાતા 8 કિલો સોનું સાથે  બે શખ્સો ઝડપાયાં

પટના: રક્સૌલ બોર્ડરથી લગભગ 60 કિલોમીટર દૂર રાતોમતી ચેકપોસ્ટ પર દાણચોરી કરાયેલા સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરાયો છે. નેપાળ પોલીસે આ કેસમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે વીરગંજ કાઠમંડુ રોડ પર વાહનની તપાસ કરતી વખતે આ રિકવરી કરી હતી. પોલીસ ટીમે 8 કિલો 243 ગ્રામ 970 મિલિગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની […]

બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતી વખતે એરફોર્સના હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત

પટનાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં પડી ગયું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે. આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું. ભારે વરસાદને લઈને બિહારના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ […]

બિહાર: NIAએ મુખ્ય માઓવાદી નેતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

વિશેષ અદાલતમાં એનઆઈએ ફાઈલ કરી ચાર્જશીટ માઓવાદી પ્રવૃતિ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું પટના: દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એનઆઈએ દ્વારા પટનાની વિશેષ અદાલતમાં મુખ્ય માઓવાદી નેતાની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. વિનોદ મુશ્રા નામના આરોપી દ્વારા પ્રતિબંધિત માઓવાદી સંગઠનને ફરીથી બેઠુ […]

બિહારમાં BJP નેતાની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા

પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી પટનામાં વહેલી સવારે ગોળી મારીને કરાઈ હત્યા પટનાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. દરમિયાન આજે સવારે પટનામાં ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. બાઇક પર સવાર અજાણ્યા શખ્સોએ ભાજપના નેતાને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ગુનેગારોએ પટનાના ચોક પોલીસ સ્ટેશન […]

આરામાં માર્ગ અકસ્માતની ઘટના, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળે દોડ્યો અકસ્માતમાં એક બાળક સહિત બે વ્યક્તિઓને ઈજા પટનાઃ આરામાં એનએચ 922 ઉપરથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા […]

બિહારના સિદ્ધનાથ મંદિરમાં નાસભાગ સાત શ્રદ્ધાળુઓના મોત, 16 ઘાયલ

પટનાઃ બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધનાથ મંદિરમાં મોડી રાત્રે થયેલી નાસભાગમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળે છે, અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં મોટાભાગના કાવડિયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા અધિકારી અલંકૃતા પાંડેએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કંવરિયાઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code