1. Home
  2. Tag "bihar"

બિહારમાં 65 ટકા અનામત મામલે નીતિશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી 65 ટકા અનામત મામલે કોઈ રાહત મળી નથી. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે લગાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના […]

બિહાર-રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખો બદલાયા, 6 રાજ્યોમાં પાર્ટીના નવા પ્રભારીઓની પણ નિમણૂક

રાજ્યસભાના સાંસદ મદન રાઠોડને રાજસ્થાન ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાઠોડના અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લઈને પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મદન રાઠોડને પ્રદેશ અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મદન રાઠોડના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપ રાજ્યમાં નવી સફળતાઓ […]

કેન્દ્ર સરકારના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારને મોટી ભેટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ માટે લગભગ 15 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિહારમાં રોજ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારને આર્થિક સહાય પણ કરવામાં આવશે. આંધ્રપ્રદેશ […]

ભાગલપુરમાં ગંગા જહાજ ઘાટ પર 11 શિવભક્તો નદીમાં ડૂબ્યા, ચારના મોત

પટનાઃ બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદીમાંથી પાણી લેવા ગયેલા 11 શિવભક્તો ડૂબી ગયા. જેમાંથી ચાર લોકોના મોત થયા હતા અને બાકીના સાતને બચાવી લેવાયા હતા. આ અકસ્માત જિલ્લાના ભવાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરપુર ગંગા શિપ ઘાટ પર થયો હતો. ઘાટની આસપાસના લોકોએ ગોતાખોરોની મદદથી તમામ 11 શિવભક્ત કિશોરો અને યુવાનોને બહાર કાઢ્યા હતા. તેમાંથી ચાર […]

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્રનો ઈન્કાર, વિશેષ પેકેજ અપાય તેવી શકયતા

નવી દિલ્હીઃ કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ જનતાદળ યુનાઈડેટએ લોકસભામાં પોતાની સરકારને પૂછી લીધુ કે, તે બિહાર અને અન્ય એવા રાજ્યોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માંગે છે, જો સરકાર એવો વિચાર રાખતી હોય તો જણાવે અને ના રાખતી હોય તો કારણ સ્પષ્ટ કરે. જેડીયુના રામપ્રીત મંડળના આ સીધા સવાલનો સીધો જવાબ પણ બજેટ […]

કાવડ યાત્રા મામલે યોગી સરકારના નિર્ણયથી નારાજ થયા NDAના સહયોગી દળો, કહ્યું આ નિર્ણય બિલકુલ અયોગ્ય

સમગ્ર ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ હોટલ, ઢાબા અને ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે નિર્ણયથી ખુદ NDAના સહયોગી દળો પણ નારાજ છે.. ભાજપના સહયોગી પક્ષોએ તેના પર પ્રહારો કર્યા છે. કે.સી.ત્યાગી જેડીયુએ કહ્યું કે યુપી સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા […]

બિહારના વરિષ્ઠ IAS ઓફિસર સંજીવ હંસના ઘર પર EDના દરોડા

પટનાઃ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે બિહારના વરિષ્ઠ IAS અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના ઘર પર દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા દિલ્હી, પુણે અને બિહાર સહિત અનેક સ્થળોએ પાડ્યા છે. રિપોર્ટ અનુસાર, ઈડીએ ઉર્જા વિભાગના મુખ્ય સચિવ સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ […]

બિહારમાં બખ્તિયારપુર હાઈવે પર સ્કોર્પિયોનો અકસ્માત, પાંચના મોત

પટણાઃ પટનાના બખ્તિયારપુરમાં મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. છ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના બખ્તિયારપુર-બિહારશરીફ હાઈવે પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આજે નવાદા જિલ્લાના હમીદપુર બારાનો એક પરિવાર સ્કોર્પિયોમાં સવાર થઈને બાર ઉમાનાથ મંદિર જઈ રહ્યો હતો.ખતિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનસરોવર પેટ્રોલ […]

મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી, બિહારમાં વરસાદને લઈ ‘ઓરેન્જ એલર્ટ’

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ બિહારમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જ્યારે શુક્રવારે અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, દિલ્હી-NCR અને અન્ય વિસ્તારો સહિત ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે 11 જુલાઈ, ગુરુવારે બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં […]

કેન્દ્રની મોદી સરકાર નબળી, ઓગસ્ટ સુધી જ ચાલશેઃ લાલુ યાદવ

પટનાઃ આજે રાષ્ટ્રીય જનતા દળનો 28મો સ્થાપના દિવસ છે. આરજેડી કાર્યાલયમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યકરોએ લાલુ અને તેજસ્વી યાદવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેને ચાંદીનો મુગટ પહેચાવામાં આવ્યો હતો. 28માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code