1. Home
  2. Tag "bihar"

બિહારમાં EBC, SC અને ST માટે 65 ટકા આરક્ષણ રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ બિહારમાં અનામતને લઈને પટના હાઈકોર્ટે નીતિશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગુરુવારે EBC, SC અને ST માટે 65 ટકા અનામત નાબૂદ કરી હતી. બિહાર સરકારે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે. હવે આ નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી […]

બિહારના ઐરંગાબાદમાં લૂનો કહેર, 12 લોકોનાં મોત અને 35થી વધારે સારવાર હેઠળ

પટણાઃ ઉત્તરભારત સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી જનજીવનને વ્યાપક અસર પડી છે, એટલું જ નહીં હિટવેવને પગલે અનેક લોકોની તબિયત પણ લથડી છે. બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ઉત્તર ભારતમાં અત્યારે ઘાતક […]

4 જૂને ઈન્ડિ ગઠબંધનના ઈરાદા પર સૌથી મોટો હુમલો થશેઃ નરેન્દ્ર મોદી

પટણાઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) ચૂંટણી પ્રચાર માટે બિહારમાં છે. પ્રધાનમંત્રી  બિહારની બે દિવસીય મુલાકાતે સોમવારે સાંજે પટના પહોંચ્યા હતા. તેમણે ભાજપના દિવંગત નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ સ્વર્ગસ્થ નેતાના પટના નિવાસસ્થાને પહોંચ્યા અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]

140 કરોડ લોકોનું મહાન ભારત કોઈથી ડરતુ નથીઃ અમિત શાહ

સીતામઢીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ “ભારત” ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનું છે, રહેશે અને ભારત તેને પરત લેશે. બિહારના સીતામઢી અને મધુબનીમાં એનડીએના ઉમેદવારોના સમર્થનમાં અલગ-અલગ રેલીઓને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, ” ફારૂક અબ્દુલ્લા અમને ડરાવે છે કે પીઓકે પરત ના માંગો, તેમની પાસે (પાકિસ્તાન) એટમ […]

બિહારઃ મદરેસામાં બોમ્બ બ્લાસ્ટથી બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, વિદ્યાર્થી બોલ સમજીને લાવ્યો હતો

પટનાઃ છપરાના ગડખા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીરાજપુર ગામમાં સ્થિત મદરેસામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં મદરેસાના મૌલાના અને તેનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના પડઘાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ બંનેને સદર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જે બાદ તેમને વધુ સારવાર અર્થે પટનાના પીએમસીએચમાં ખસેડવામાં આવ્યાં હતા. બંને એક જ […]

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]

શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિહારમાં પ્રચાર માટે નથી સમય, ઇન્ડિયા ગઠબંધન વતી તેજસ્વી યાદવની ઝંઝાવાતી રેલીઓ

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ બિહારમાં 40માંથી 9 સીટો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો બિહારમાં પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે સમય કાઢી શકતા નથી. આ કારણોસર બિહારમાં કોંગ્રેસના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચાર માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને વીઆઈપી વડા મુકેશ સાહની પર […]

બિહારઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા જવાનોની બસને નડ્યો અકસ્માત, 3 વ્યક્તિના મોત

પટણાઃ બિહારમાં સિધવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનએચ-27 ઉપર બરહિમા વળાંક પાસે સુરક્ષા દળોની બસને અકસ્માત નડ્યો હતો. સુરક્ષા દળના જવાનો 3 બસમાં ગોપાલગંજથી સુપૌલ જઈ રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં બસનો ચાલક અને બે કોન્સ્ટેબલના મોત થયાં હતા. જ્યારે 12થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા દળોના આ જવાનો લોકસભાની […]

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code