1. Home
  2. Tag "bihar"

બિહારમાં નિતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, વિપક્ષનું વોકઆઉટ

પટણાઃ બિહારમાં સીએમ નિતીશ કુમારની સરકારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો હતો. વિશ્વાસ મતમાં આરજેડીના 3 ધારાસભ્યોએ પણ નીતિશ સરકારને સમર્થન આપ્યું હતું. વિધાનસભા ગૃહમાં એનડીએ સરકારને 129 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે આરજેડી સહિત વિપક્ષના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા હંગામો મચાવીને વોકઆઉટ કર્યું હતું. જેથી મતદાન સમયે તમામ નીતિશ સરકારના સમર્થનમાં પડ્યાં હતા. […]

શું મોદી એ વાતની ગેરેન્ટી લેશે?, બિહાર વિધાનસભામાં નીતિશની સામે તેજસ્વી યાદવે કાઢયો બળાપો

પટના: બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન આરજેડીના નેતા તેજસ્વી યાદવ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ભૂતપૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ખૂબ આકરા વાકપ્રહારો કર્યા હતા. આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારની સરખામણી દશરથ સાથે કરી દીધી. તેજસ્વી યાદવે કહ્યુ કે […]

ભાજપ સાથે જોડાણ બાદ બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કૂમારે લીધા શપથ, PMએ આપી શુભેચ્છા

પટનાઃ પાટલી બદલવામાં માહિર એવા  નીતીશ કુમારે રવિવારે સાંજે 5 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને ભાજપના નેતા વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શપથવિધી બાદ નીતિશ કૂમારે જણાવ્યું હતું કે, હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું. […]

નીતિશ કુમાર વિશ્વાસનીયતા ગુમાવી ચુક્યાં છેઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ઉતાર-ચડાવ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, નીતીશ કુમારે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આ માટે તેમના નિર્ણયો અને તે પોતે જવાબદાર છે. જેડીયુ અને તેના નેતાઓના કરતુતોને કારણે વિપક્ષ માટે નવી આશા બની ગયેલું I.N.D.I.A. જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આખા દેશમાં એકલા હાથે ચૂંટણી […]

બિહારમાં નીતિશકુમાર ફરીવાર ભાજપ તરફ ઢળતા રાજકીય ગરમાવો, NDAનો ભાગ બનશે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કૂમાર અને તેમનો જેડીયુ પક્ષ ફરીવાર આરજેડી અને કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યો હોવાથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા રચાયેલા સમીકરણોમાં બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી બિહારમાં સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવાની અટકળો પણ ચાલી રહી છે. બીજીબાજુ નીતિશને […]

બિહારમાં જેડીયુ-ભાજપની દોસ્તી પાકી, રવિવારે સીએમ પદના શપથ લેશે નીતિશ કુમાર: સૂત્ર

નવી દિલ્હી: જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર સાતમી વખત રવિવારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ લેશે. ભાજપની સાથે તેમની દોસ્તી પાકી થઈ ગઈ છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે જૂની ફોર્મ્યુલા પર જ નવી સરકારની રચના થશે. નવી સરકારમાં ભાજપ કોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીઓ સામેલ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે સુશીલ […]

નીતિશ કુમારે પીએમ મોદીને કહ્યુ થેન્ક યૂ, બિહારની રાજનીતિમાં ખળભળાટ

પટના: કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક્યૂ કહ્યુ છે. તેમણે પોતાની સોશયલ મીડિયા પોસ્ટને એડિટ કરી અને વડાપ્રધાનને ધન્યવાદ આપ્યા છે. મંગળવારે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરેલી સોશયલ મીડિયા પોસ્ટમાં આને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને સારો ગણાવ્યો […]

બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળશે, વિપક્ષનું ઓબીસી કાર્ડ થશે ‘ફેલ’

નવી દિલ્હી :બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યાએ ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગોના મસીહા કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં ઘણાં ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને પણ ઘણાં દાવા-પ્રતિદાવાઓ થતા રહે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેઓ બિહારના બે વખત મુખ્યમંત્રી બન્યા […]

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. […]

માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા. ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code