1. Home
  2. Tag "children"

શાજાપુરઃ માતાના નિધનથી વ્યથિત સંતાનોએ તેમની યાદમાં માતાની જ પ્રતિમા બનાવડાવીને સ્થાપિત કરી

ભોપાલઃ શાજાપુર જિલ્લા નજીક સાંપખેડા ગામમાં બનાવવામાં આવેલુ એક મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં એટલે માટે અગલ છે કે આ મંદિરમાં કોઈ ભગવાન કે દેવી-દેવતાની પ્રતિમા નથી. આ મંદિરમાં એક મહિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહિલાના નિધન બાદ તેમની યાદમાં પરિવારજનોએ ઘરની બહાર જ મંદિર બનાવી દીધું છે. મંદિરમાં 3 ફુટની […]

જૂનાગઢઃ અંતરિયાળ નેસ વિસ્તારમાં બાળકો માટે સાયન્સ લેબવાનનો પ્રારંભ

અમદાવાદઃ  જૂનાગઢ જિલ્લાના નેસ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રસ અને રૂચિ વધે તેવા આશયથી જિલ્લા શિક્ષણ સમિતિ ઘ્વારા સાયન્સ લેબવાન શરૂ કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતેથી આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને  જિલ્લા વિકાસ અઘિકારી મીરાંત પરીખે  ફલેગ ઓફથી પ્રસ્થાન કરાવ્યું હતુ. જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા મેદરડા,વિસાવદર અને ભેસાણ મા અંદાજે […]

કોરોના સંકટઃ સુવિધાઓના અભાવે 56 ટકા બાળકો ઓનલાઈન એજ્યુકેશનથી રહ્યાં વંચિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. પરંતુ દેશના 56 ટકા બાળકો પાસે ઓનલાઈન એજ્યુકેશન માટે પુરતી સુવિધા નહીં હોવાનું જાણવા મળે છે. દેશના 15 રાજ્યોમાં કરેલા સર્વે આ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. દેશમાં 56 ટકા વિદ્યાર્થીઓ સાધન અને […]

પાક.ના પીડિત હિંદુઓને ગુજરાત સરકારની મદદઃ કોરોના રસી, મફત શિક્ષણ અને નોકરી અપાશે

અમદાવાદઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. જેથી લઘુમતી કોમના લોકો અન્ય દેશમાં શરણ લેવાનું પસંદ કરે છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો ગુજરાતમાં વસવાટ કરે છે. આ પરિવારોના સંતાનોને મફત શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યની સીએમ રૂપાણીની સરકારે કરી છે. આ ઉપરાંત શરણાર્થી પરિવારોને […]

બાળકો માટે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સિન આવવાની શક્યતા

બાળકોની વેક્સિનને લઇને ખુશખબર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકોની વેક્સિન હાલ 2-18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: બાળકો માટેની કોરોના વેક્સિનને લઇને ખુશખબર છે. બાળકો માટે આગામી મહિને કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડાયરેક્ટર ડૉ. પ્રિયા […]

બેંગ્લોર શહેરમાં 11 દિવસમાં 543 બાળકો કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગ કામે લાગ્યું

543 બાળકો કોરોનાથી સંક્રમિત આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું લોકોએ સતર્ક રહેવું જરૂરી બેંગ્લોર: કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં શહેરમાં છેલ્લા 11 દિવસમાં 0 થી 18 વર્ષના 500થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના સંક્રમણની તો કેટલાક લોકોએ એવુ માની લીધુ છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરથી હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, […]

બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને […]

ગૃહમંત્રી અમિત શાહ સાથે અદાર પૂનાવાલાએ કરી મુલાકાત, મુલાકાત બાદ બાળકોની વેક્સિનને લઇને કર્યું આ એલાન

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત […]

મધ્યપ્રદેશઃ મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત રહેતા સંતાનોના માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓનલાઈન ગેમ્સમાં ફ્રી ફાયરના ફેરમાં ફસાયેલા 13 વર્ષિય  કિશોરને રૂ. 40 હજારનું નુકશાન થયું હતું. જેથી ડિપ્રેશનમાં સરી પડેલા કિશોરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસને કિશોરે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જો કે, આ ઘટના મોબાઈલ ફોન ઉપર ગેમ્સમાં વ્યસ્ત […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code