1. Home
  2. Tag "bird sanctuary"

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

પક્ષી અભ્યારણ્ય એવા ખીજડીયા ગામને ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023’ એવોર્ડ એનાયત કરાયો

ગાંધીનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગરથી 12 કિ.મી. દૂર જામનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલું પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણ અને રમણીય સ્થળ છે. 605 હેકટરમાં ફેલાયેલું આ જલપ્લાવિત અભયારણ્યમાં વર્ષ-2023માં થયેલી પક્ષી ગણતરી મુજબ 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ સહિત કુલ 1,25,638 જેટલા પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. તેમજ 3 ફેબ્રુઆરી 2022 ના દિવસે આ અભ્યારણ્યને રામસર સાઇટનો […]

શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન

પોરબંદરઃ શિયાળાની ગુલાબી ઠંડીના આગમન સાથે જ જિલ્લાના પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અને અભ્યારણ્ય પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠ્યુ છે. અહી 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં આવેલું પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર  બન્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલું […]

અમદાવાદના શહેરીજનોને હવે થોળના પક્ષી અભ્યારણ્ય સુધી સિટીબસ સેવાનો લાભ મળશે

અમદાવાદઃ શહેરીજનો માટે થોળ અભ્યારણ્ય સુધીનો સિટીબસનો રૂટ્સ શરૂકરવામાં આવ્યો છે. સિટીબસ શહેરના ખુણે ખુણા સુધી ફરતી હોય છે પરંતુ આ બસના 51 નંબરના રૂટ કે જે લાલદરવાજાના મુખ્ય બસ સ્ટેન્ડથી રાંચરડા સુધીનો હતો તેને હવે છેક કડી તાલુકાના થોળના હરવા-ફરવાના સ્થળ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે શહેરીજનો અને શહેરની મુલાકાતે આવેલા મહેમાનો થોળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code