1. Home
  2. Tag "bitterly cold"

15 નવેમ્બર પછી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની આગાહી

15મી નવેમ્બરથી ઉત્તર ભારતમાં ઠંડી પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે. જો દિલ્હીના હવામાનની વાત કરીએ તો તાપમાનમાં ઘટાડો થવાને કારણે રાતો ઠંડી પડવા લાગી છે. મોડી રાત્રે અને સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં […]

કાતિલ ઠંડીમાં ઠુંઠવાયુ ગુજરાત, નવ શહેરોમાં સિંગલ ડિઝિટ તાપમાન, માઉન્ટ આબુમાં માઈનસ 6 ડીગ્રી

અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ટંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. સમીસાંજ બાદ હાઈવે પુરના ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે નલિયા, ભૂજ, રાજકોટ, ડિસા, ગાંધીનગર સહિતનાં સ્થળોએ સિંગલ ડિઝીટ તાપમાન નોંધાતા લોકો ધ્રુજી ગયા હતા. દરમિયાન રાજયના હવામાન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં […]

રાજકોટ જિલ્લામાં કડકડતી ઠંડીને લીધે સવારની પાળીમાં ચાલતી શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે

રાજકોટઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાંઓ, વિદ્યાર્થીઓને થઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઇ શકે તે માટેની છૂટછાટ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવ્યાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ નાતાલથી કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. રાજ્યના તમામ શહેરોમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં ઉત્તર પૂર્વના ઠંડાબોળ પવનો લોકોને વધુ ધ્રૂજાવશે. ગુજરાત કોલ્ડવેવમાં સપડાયું છે.રાજ્યભરમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેમાં 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ […]

કચ્છના નાનારણમાં મીઠું પકવતા 2000 અગરિયાઓની કડકડતી ઠંડીમાં દયનીય હાલત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન તો કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાની કફોડી હાલત બની છે. ખારાઘોડાના અફાટ રણમાં અગરિયાઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરીને કાળી મજુરી કરે છે. નાના રણમાં ઠંડીનો પારો ગગડીને 10 ડીગ્રીની અંદર પહોંચતા […]

ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા હવે ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરથી કડકડતી ઠંડી

અમદાવાદઃ કારતક મહિનો પુરો થવાને હવે પાંચ-છ દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુપણ ગરમી ઠંડી મિશ્રિત બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે મધરાત બાદ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરના ટાણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવે ઉત્તર-પૂર્ના પવનો ફુંકાવવા લાગતાં ક્રમશઃ ઠંડીમાં વધારો થશે. અને ડિસેમ્બરથી કડકડતી ઠંડી અનુભવાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code