1. Home
  2. Tag "BJP"

ઉત્તરપ્રદેશ: BJPના નારાજ મનાતા ધારાસભ્યોને અખિલેશે આપેલી ઓફર બાદ રાજકીય ગરમાવો

લખનઉઃ ઉત્તરપ્રદેશની ભાજપા સરકારના ધારાસભ્યોમાં હાલ અંદરખાને આંતરીક નારાજગી પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. દરમિયાન અખિલેશ યાદવે આવા ધારાસભ્યોને લઈને ચોંકાવનારી ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, “મોનસૂન એક ઓફર છે – 100 લાવો અને સરકાર બનાવો.” અખિલેશ યાદવની આ ટ્વીટ બાદ ઉત્તરપ્રદેશના […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણ માટે કેન્દ્રીય નેતૃત્વએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે ધોવાણને લઈને ભાજપા દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. […]

દેશમાં હિન્દુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે તેના વિશે રાહુલ ગાંધી કેમ કંઇ બોલતા નથીઃ ગીરીરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું, “દેશમાં ઘણી જગ્યાએ પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે.” […]

કોંગ્રેસે જે ભૂલો કરી તે આપણે ન કરીએ તે જોવું પડશે, નહીંતર સત્તામાં આવવાનો કોઇ અર્થ નહીં રહેઃ ગડકરી

ગોવામાં ભાજપની કાર્યકારીને સંબોધિત કરતા નીતિન ગડકરીએ ઘણી મહત્વની વાતો કહી, તેમણે પાર્ટીની સારી વાતો પણ કહી અને સલાહ પણ આપી.. તેમણે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ અલગ વિચારધારા ધરાવતી પાર્ટી છે અને તેથી જ તે જનતાનો વિશ્વાસ જીતવામાં સતત સફળ થઈ રહી છે. આ સાથે તેમણે પોતાની પાર્ટીને […]

ભાજપ અને કેન્દ્ર સરકાર કેજરીવાલના જીવન સાથે રમી રહી છે, સંજ્યસિંહનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને તેની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહી છે, કેજરિવાલનું જેલવાસ દરમિયાન 8.5 કિલો વજન ઘટાડ્યું છે અને લોહીમાં સુગરનું સ્તર પાંચ વખત 50 mg/dL ની નીચે ગયું છે. સિંહના દાવા પર ભાજપ તરફથી […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા

કોલકતાઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં ભાજપ કાર્યાલય તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને ભાજપાના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ […]

ભાજપના સિનિયર નેતા અડવાણીની તબિયત લથડી, AIIMS માં દાખલ કરાયાં

નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક તકલીફોને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 96 વર્ષીય નેતાને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code