1. Home
  2. Tag "BLAST"

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

અફ્ઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ,મોતનો આંકડો અત્યાર સુધી 100,અનેક લોકો ઘાયલ

અફ્ઘાનિસ્તાનની લથડતી હાલત મસ્જિદ પર આતંકવાદી હુમલો મસ્જિદમાં બ્લાસ્ટ થતા 100 લોકોના મોત દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જે રીતે હવે તાલિબાનનું રાજ સ્થાપિત થયું છે, તેને જોઈને દરેક પોલિટીકલ એક્સપર્ટ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે. વાત એવી છે કે તાલિબાન કે જે ઈસ્લામ ધર્મને અફ્ઘાનિસ્તાનમાં સૌથી સર્વોચ્ચ માને છે ઈસ્લામના કાયદા કાનુનને અનુસરે છે ત્યા ઈસ્લામને માનતા […]

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક નાગરિકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે […]

ખિસ્સામાં રાખેલા ફોનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ થયો બ્લાસ્ટઃ ફોનધારકની સમજદારીથી ટળી દૂર્ઘટના

ઉત્તર ગુજરાતના રાધનપુરમાં ઘટી ઘટના સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ અમદાવાદઃ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો કે, ઉત્તર ગુજરાતના રાધનપુરમાં મોબાઈલ ફોન ધારકની સમયચુકતાને કારણે જાનહાની ટળી હતી. વાત જાણે એમ છે કે, એક દુકાનમાં બેઠેલા ગ્રાહકે પોતાના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખ્યો હતો. દરમિયાન મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળતા ડરી […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]

અમદાવાદઃ બારેજામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 શ્રમિકોના મોત, 3 ગંભીર

અમદાવાદઃ શહેરની નજીક આવેલા બારેજામાં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદની જાહેરાત કરી હતી. […]

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાને કર્યો આતંકી હુમલો: કાબુલ ધણધણી ઉઠ્યું

અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનીઓએ કર્યો આતંકી હુમલો નમાજના સમયે આતંકી વિસ્ફોટથી કાબુલ ધણધણી ઉઠ્યું અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાનનો આતંક નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે તાલિબાનીઓએ પાટનગર કાબુલમાં આતંકી હુમલો કર્યો હતો. ઇદની નમાજ વખતે થયેલો આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આપને જણાવી દઇએ કે […]

હાફિજ સઇદના ઘર બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ

આતંકી હાફિજ સઇદના ઘર બહાર થયેલા વિસ્ફોટનો મામલો આ વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યૂસુફે આ આરોપ લગાવ્યો નવી દિલ્હી: ગત મહિને લાહોરમાં વર્ષ 2008ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદના ઘર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાનના […]

બાંગ્લાદેશના ઢાકામાં બ્લાસ્ટઃ સાત વ્યક્તિના મોત, 50થી વધારે ઘાયલ થયાની આશંકા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતા. વિસ્ફોટથી વાહનો અને આસપાસની ઈમારતોને પણ ભારે નુકશાન થયું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાંગ્લાદેશ પોલીસે પણ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ આરંભી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ઢાકાના મોધબજાર વિસ્તારમાં […]

જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પાસે બ્લાસ્ટ, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની નહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર એરપોર્ટમાં એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. શંકાસ્પદ રીતે થયેલા આ બ્લાસ્ટ બાદ એન્ટી બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તથા ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. જેનો અવાજ સાંભળનારાઓમાં ભય વ્યાપી ગયો હતો. બ્લાસ્ટમાં કોઈ જાનહાની થયાના સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code