1. Home
  2. Tag "BORDER"

રાજસ્થાનઃ બોર્ડર પર અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની યુવાનને સુરક્ષા જવાનોએ ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સરહદ ક્રોસ કરીને પાકિસ્તાની શખ્સો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન રાજસ્થાનમાં શ્રીગંગાનગર જિલ્લામાં અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની શખ્સને બીએસએફએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાન શખ્સ પરત જવાને બદલે બોર્ડર ઉપર આવતા ભારતીય સુરક્ષા જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. પોલીસે […]

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, સરહદ પરની સ્થિતિ ભારત-ચીનના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ […]

સરહદ ઉપર તૈનાત ભારતીય સુરક્ષા જવાનો આવી રીતે કરે છે રક્ષાબંધન પર્વની ઉજવણી

નવી દિલ્હીઃ દેશમાં દિવાળી, હોળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનોને કારણે જ આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ, ત્યારે પરિવારથી દૂર આ જવાનો પોતાના સાથીઓ સાથે તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ બહેનો પણ સરહદ ઉપર તૈનાત પોતાના ભાઈને […]

જમ્મુ-કાશ્મીરઃ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન નજરે પડ્યું, સુરક્ષા જવાનોએ કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ છે. રાત્રે 9:40 કલાકે બીએસએફના જવાનોએ કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ચમકતી લાઈટ જોઈ હતી. આના પર બીએસએફના સતર્ક જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનો દ્વારા આજે સવારથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9:40 […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદથી માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાની સુરંગ મળી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરહદની આસપાસના વિસ્તારમાં સુરંગનોને પણ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં […]

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, […]

યુક્રેન સરહદ ઉપર રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળી, સેટેલાઈટ તસ્વીરો સામે આવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલાત ચિંતાજનક બની રહ્યાં છે. રશિયાની સેનાની ગતિવિધીઓ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે, યુદ્ધ હવે દૂર નથી. સેટેલાઈઝ તસ્વીરોમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. યુક્રેનની સીમા પાસે રશિયા પોલીસની મુવમેન્ટ વધી ગયા છે. અહીં બખતરબંધ વાહન, તોપ, ટેન્ક અને સૈનિકો સતત વધી રહ્યાં છે. […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

યુક્રેનની સરહદ પાસે રશિયાના સૈન્ય દળોનો સેટાલાઈટ ફોટા સામે આવ્યાં

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સરહદો પર મોટી સંખ્યામાં રશિયન સૈન્ય દળો હાજર હોવાની અટકળો વહેતી થઈ છે. હવે નવા સેટેલાઇટ ફોટા તેની પુષ્ટિ કરી રહ્યા છે જેમાં રશિયન બિલ્ડ-અપ જોઈ શકાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 48 કલાકમાં યુક્રેન બોર્ડર પાસે સૈન્ય ગતિવિધિઓ વધી છે. રશિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code