1. Home
  2. Tag "botad"

બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ, બેની ધરપકડ

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનને ઉથલાવવાના પ્રયાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ આવી ઘટનાઓને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની છે. દરમિયાન તાજેતરમાં બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથાવવાના પ્રયાસની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભીને બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં ટ્રેન ઉથલાવીને પેસેન્જરો પાસેથી […]

બોટાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો પરેશાન, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

બોટાદઃ શહેરમાં સામાન્ય બે-ત્રણ ઈંચ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.  શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ, નાગલપર દરવાજા, હિરા બજાર, ઢાંકણીયા રોડ સહિતનાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા […]

બોટાદમાં 40 જેટલી સોસાયટીઓમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી લોકો પરેશાન,

બોટાદઃ શહેરના પાળિયાદ રોડ પર આવેલી 40થી વધુ સોસાયટીઓમાં અવાર-નવાર વીજળી પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં સાવ સામાન્ય વરસાદમાં કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે ત્યારે પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. લોકો ફરિયાદો કરે ત્યારબાદ વિજળી પુરવઠો ચાલુ કરવામાં આવે છે, અને બે-ત્રણ કલાક બાદ […]

બોટાદના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત

બોટાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીને લીધે નદી, તળાવ કે ડેમમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં કિશોરીઓ ડુબી જવાની ઙટના બાદ બુધવારે મોરબીના વરસામેડી ગામના તળાવમાં બે પાળકો અને એક કિશોરી ડુબી જતા મોતની ઘટના બની હતી. ત્યારે આજે બોટાદ તાલુકાના સમઢિયાળા-2 ગામે તળાવમાં નાહવા […]

બોટાદઃ ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 2438 કિલો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ બોટાદ GIDC ખાતે મરચા પાવડરમાં ભેળસેળ કરતી પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં અધિકારીઓએ રેડ કરી હતી. રેડ દરમિયાન 5 લાખની કિંમતનો 2438 કિલો ભેળસેળ યુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી જે પ્રમાણે રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન […]

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, […]

બોટાદમાં જીએસટીના અધિકારીએ એક લાખની લાંચ માગી, 80,000 લીધા બાદ 20,000 લેતા પકડાયો

બોટાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં બોટાદના તાલુકા સેવા સદનની કચેરીમાં જ વેપારી પાસેથી લાંચ લેતા જીએસટીના અધિકારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જીએસટીના અધિકારી રિમલ ઠુમ્મરએ એક વેપારી પેઠીને જુની નોટિસની પતાવટ માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી. જેમાં વેપારી પેઢીએ 80,000 અગાઉ આપી દીધા હતા. ત્યારબાદ રૂપિયા 20,000 લેવા […]

બોટાદમાં રોજગારી આપતા એકમાત્ર હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરાઘસુઓની કફોડી સ્થિતિ

બોટાદઃ  સૌરાષ્ટ્રના તમામ શહેરોનો વિકાસ થયો છે. ત્યારે બોટાદ શહેરનો ઔદ્યોગિકરીતે કોઈ જ વિકાસ થયો નથી. બોટાદમાં કોઈ મોટો ઉદ્યોગ નથી કે રોજગારી આપી શકે, એટલે એક માત્ર હીરા ઉદ્યોગ જ છે. કે જિલ્લાના યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ […]

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ […]

આજે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

રાજકોટ:ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે.આ સાથે ગુજરાતમાં પણ પ્રજાસતાક દિનની  ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કર્યું હતું. શહેરના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code