હળવદની સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી ગયો, ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢયો
મોરબીઃ જિલ્લાના હળવદમાં રખડતા ઢોર અને આખલાં રોડ-રસ્તાઓ પર તરખાટ મચાવતા હોય છે. ત્યારે શહેરના સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી જતા હોસ્પિટમાં દાખલ દર્દીઓ, તેમના સગાવ્હાલાઓ અને તબીબોમાં નાસભાગ મચી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ભુલથી […]