1. Home
  2. Tag "caged"

સુરતના ઉશ્કેર ગામે દીપડાએ બાળકનો શિકાર કર્યા બાદ ફરી એ જ સ્થળે આવતા પાંજરે પુરાયો

શેરડીની કાપણી કરતાં શ્રમજીવીના બાળકને ખેંચી જઈને દીપડાએ ફાડી ખાધો હતો. દીપડાને પકડવા માટે વન વિભાગે 10 પાંજરા મુકીને 7 ટીમો કામે લગાડી હતી, શ્રમજીવી પરિવારને સહાય મળે તે માટે ગ્રામજનોની રજુઆત સુરતઃ  જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં એક શ્રમજીવી પરિવાર શેરડીની કાપણીનું કાર્ય કરી રહ્યું હતું અને પરિવારનું 7 વર્ષનું બાળક શેરડીના વાઢ […]

જાફરાબાદ નજીક ચાર લોકો પર હુમલો કર્યા બાદ હિંસક બનેલી સિંહણને વન વિભાગે પાંજરે પુરી

અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજુલાથી જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર સિંહોને અનુકૂળ આવી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટોફેરા વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદના લુણસાપુર ગામ નજીક ખાનગી કંપનીના સિક્યુરિટીગાર્ડ ઉપર મોડી રાતે એક સિંહણે હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે ફરી સિંહણ મીતીયાળા નજીક સીમ વિસ્તારમાં આક્રમણ બની ગઈ હતી. જેથી […]

સોમનાથ મહાદેવજીના મંદિર નજીક સોસાયટીઓમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો

વેરાવળઃ સોમનાથ મહાદેવજીના મંદિર નજીકની રહેણાંક સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતા હોવાથી સોસાયટીના સ્થાનિક રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને આ અંગે વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડાવા માટે લોકેશન નક્કી કરીને પાંજરૂ મુકવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ […]

ઊનાના સનખડા ગામની સીમમાં દીપડી અને ચાર બચ્ચા બાદ દીપડો પણ પાંજરે પુરાયો

ઊનીઃ તાલુકાના  સનખડા ગામની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાએ રહેણાંક બનાવી લીધું હતું. અને અવાર નવાર સીમ વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવી જતાં હતા.તેથી ખેડુતો પોતાના સીમ-ખેતરમાં જતાં પણ ડરતા હતા. ખેડુતોએ વન વિભાગને રજુઆત કરીને દીપડાને પકડવાની માગ કરી હતી. દરમિયાન ચાર દિવસ પહેલાં ગરાળ ગામની આંબાવાડીમાં દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે […]

ગાંધીનગરના સેકટર-15ના રહેવાસીઓને પરેશાન કરતો તોફાની વાનર આખરે પાંજરે પુરાયો

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-15માં વાનરોનો ત્રાસ વધી ગયો હતો. જેમાંએક તાફાની વાનર તો રસ્તા પર જતાં લોકો પર હુમલો કરતો હતો.  વાંનરે  ફતેપુરા વિસ્તારના ત્રણેક વ્યક્તિઓને બચકા ભર્યા હતા.આમ વાનરના ત્રાસથી કંટાયેલા લોકોએ વન વિભાગને તોફાની વાનરને પકડવા માટે રજુઆત કરી હતી. આખરે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં તોફાની વાનર કેદ  થતાં સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો […]

ભાવનગરના તળાજા પંથકમાં ભારે તરખાટ મચાવ્યા બાદ અંતે બે દીપડા પાંજરે પુરાયા

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડાંનો ત્રાસને લઈને ખેડુતો પરેશાન બન્યા હતા. દીપડાઓ અવાર-નવાર પશુઓનું મારણ કરતા હતા. દીપડાના ભયને લીધે ખેડુતો પોતાના વાડી-ખેતર જતા પણ ડર અનુભવતા હતા. અને આ અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી. દરમિયાન વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવીને નવી કામરોળ ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. પાંજરામાં […]

જાફરાબાદમાં પાંજરે પુરાયેલા બીમાર સિંહે વન કર્મચારી પર હુમલો કર્યો

અમરેલીઃ  જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા માનવીઓ પર હુમલાની વાત કઇ નવી નથી. ત્યારે જિલ્લાના જાફરાબાદમાં સિંહની સારવાર દરમિયાન સિંહે વનકર્મી પર હુમલો કર્યો હતો. ડોક્ટરના બદલે વનકર્મી કેમ સિંહની સારવાર કરતો હતો તે સવાલ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં એક બીમાર સિંહે વન કર્મી પર હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code