1. Home
  2. Tag "campus"

વડોદરામાં MS યુનિ.ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જુથ બાખડી પડ્યાં, છૂટા હાથની મારામારી

વડોદરાઃ  મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના જુથ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોય છે. ત્યારે તાજેતરમાં નજીવી વાતે વિદ્યાર્થી સંગઠનના બે જુથ બાખડી પડ્યા હતા. અને કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્સએપ ગ્રૂપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની અને લાકડીઓથી મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં […]

નર્મદાઃ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદામાં સ્થાપવામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે ઉભા થનારા કેમ્પસની કેન્દ્રીય આદિજાતિ વિકાસ સચિવે મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યુનિવર્સિટીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્બારા 2017માં રાજપીપલા જિ.નર્મદા ખાતે સ્થાપવામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનાં રૂા. 341 કરોડનાં ખર્ચે ઉભા થનાર મુખ્ય […]

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રદૂષણ ઘટાડવા ઈ- રિક્ષા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ઈ-રિક્ષા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું વાહન યુનિ.ના મુખ્ય પાર્કિંગમાં પાર્ક કરીને ઈ-વાહનો દ્વારા જે તે ભવનોમાં જઈ શકશે.  એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં કામ માટે જવા માટે સ્ટાફ પણ ઈ રીક્ષાનો ઉપયોગ કરી શકશે. સૂત્રોના જણાવ્યા […]

પોરબંદરમાં સુદામા મંદિરનો વિકાસ કરાયા બાદ તંત્રના વાંકે પટાગણની હાલત ખંડેર જેવી બની ગઈ

પોરબંદરઃ શહેરમાં સુદામાનું મંદિર આવેલું છે. વર્ષ દરમિયાન અનેક પર્યટકો અને યાત્રાળુઓનું આગમન થાય છે અને પ્રવાસીઓ પોરબંદરમાં પ્રવેશતા જ સુદાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. એકમાત્ર પોરબંદરમાં આવેલું સુદામાજીના મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોવાના તંત્રના પોકળદાવા વચ્ચે મંદિરના પટાંગણની દયનિય સ્થિતિ બની ગઈ છે. આમ તો મંદિરના પટાંગણમાં નાના ભૂલકાઓને રમવા […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં અદ્યત્તન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરાયું

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે ટુંકસમયમાં  ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code