1. Home
  2. Tag "Canceled"

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરાઈ, કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય

બ્રિટનઃ ભારતીય ટીમમાં કોવિડ-19 સંક્રમણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈબીસી)એ કોવિડ મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું. Following ongoing conversations with […]

શિક્ષક સંઘના ભારે વિરોધ બાદ શિક્ષકોને કામના 8 કલાકનો પરિપત્ર રદ કરવાની સરકારને ફરજ પડી

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોને કામના કલાક 8 કલાક કરાતા શિક્ષકોમાં ભારે વિરોધ ઊભો થયો હતો. ભારે વિરોધને પગલે આખરે સરકારને નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ […]

રેલવેએ મુસાફરો ઘટતા જનશતાબ્દી સહિત ઘણી ટ્રેનો રદ કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ અસર થઈ છે. લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં […]

કોરોના વાયરસ : VHPએ રાજકોટમાં રામનવમીની  શોભાયાત્રા રદ કરી 

રામનવમીના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ રામનવમીની શોભાયાત્રા કરાઈ રદ ઘરે-ઘરે દીપ પ્રગટાવવાની VHPની અપીલ અમદાવાદઃ રાજકોટ સહીત દેશભરમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ કોરોનાના  600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળે છે. અને દરરોજ 60 થી વધુ દર્દીના કોરોનાથી મોત નિપજે  છે. જેથી તંત્રમાં ખળભળાટ […]

કોરોનાના કારણે JEE Main ની પરીક્ષા રદ : હવે 15 દિવસ પહેલાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main 2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજાવાની […]

સાબરકાંઠાનો સુપ્રસિદ્ધ ચિત્ર-વિચિત્ર મેળો આ વર્ષે પણ કરાયો રદ

કોરોનાને પગલે લેવાયો નિર્ણય કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું ફાગણી અમાસે યોજાય છે મેળો અમદાવાદઃ સાબરકાંઠાના ગુણબાખરી ગામમાં ફાગણી અમાસે યોજાતો ચિત્ર-વિચિત્ર મેળો સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને કારણે યોજાશે નહીં. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવામાં આવ્યો […]

દિલ્હીમાં બ્લાસ્ટના પગલે અમિત શાહે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલના દુતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ રદ કર્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું […]

રિપબ્લિક ટીવીના IBF ના સભ્યપદને રદ કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનની માંગણી

– રિપબ્લિક ટીવીની મુશ્કેલીમાં સતત વધારો – NBA એ રિપબ્લિક ટીવીનું IBF નું સભ્યપદ રદ કરવા માંગણી કરી – ટીઆરપી સ્કેમમાં રિપબ્લિક ટીવી ચેનલ સંડોવાયેલી હતી ટીઆરપી સ્કીમ બાદ રિપબ્લિક ટીવીના એડિટર અને ચેનલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન(NBA) એ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવી ચેનલનું સભ્યપદ રદ કરવાની માંગણી […]

ગુજરાતમાં તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગ મહોત્સવ કર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણી સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code