1. Home
  2. Tag "cash"

ઝારખંડમાં ચૂંટણી: ચૂંટણીપંચે અત્યાર સુધીમાં 3.15 કરોડની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરી

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન વ્યક્તિઓને 50,000 રૂપિયા સુધી લઈ જવાની છૂટ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી […]

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી […]

તેલંગાણા ચૂંટણી: પોલીસે પાંચ કરોડની રોકડ સાથે 3 શખ્સો ઝડપ્યાં

બેંગ્લોરઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, પોલીસે રંગારેડ્ડી જિલ્લાના ગચીબોવલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ગચીબોવલી પોલીસે આ રકમ કબજે કરી કાર્યવાહી માટે આવકવેરા વિભાગને સોંપી દીધી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, બોટનિકલ ગાર્ડન પાસે વાહન ચેકિંગ દરમિયાન […]

ચૂંટણીપંચની કાર્યવાહી: કર્ણાટકમાં રૂ. 102 કરોડની રોકડ સહિત 292 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે તા. 10 મેના રોજ મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (MCC) ના ઉલ્લંઘન સાથે સંકળાયેલા કેસોમાં 50 ટકાથી વધુ આરોપ […]

ઉત્તરપ્રદેશઃ બેંક ખાતામાં રૂ.2700 કરોડની માતબર રકમ જમા હોવાનું જાણી શ્રમજીવી સ્તબ્ધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બેંક ખાતામાં એક-બે નહીં પરંતુ 2700 કરોડની માતબર રકમ જમા થયાનું જાણીને શ્રમજીવી સ્તબ્ધ થઈ ગયો હતો. જેથી તેણે આ અંગે બેંકના અધિકારીઓને જાણ કરી હતી. ટેકનિકલ ખામીના કારણોસર શ્રમજીવીના ખાતામાં આટલી મોટી રકમ જમા થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શ્રમજીવીના બેંક એકાઉન્ટમાં 126 રૂપિયા જ બેલેન્સ હતું. બેંક દ્વારા તપાસ […]

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

અફઘાનિસ્તાનમાં નાગરિકોની હાલત કફોડી મોટા ભાગના શહેરોમાં બેંકોમાં રોકડ ખૂટી પડી ATM બહાર પણ લાંબી કતારો લાગી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો […]

શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સો રૂ. 80 લાખની રોકડ સાથે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે. દરમિયાન એક કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 80 લાખની રોકડ રકમ મળી આવતા ઉચ્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code