ગુજરાતઃ 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાઈરસની હાજરી, 37 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ
અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાયરસથી […]