1. Home
  2. Tag "caught"

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરહદ પાસેથી સુરક્ષા જવાનોએ 1.43 કરોડના સોનાના બિસ્કીટ પકડ્યાં

નવી દિલ્હીઃ BSFએ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી રૂ. 1.43 કરોડની કિંમતના સોનાના 23 બિસ્કિટ જપ્ત કર્યા હતા. દાણચોર આ બિસ્કિટને બાંગ્લાદેશથી ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા જવાનોને જોઈને દાણચોર સોનાના બિસ્કટ ફેંકીને પગત બાંગ્લાદેશ તરફ ભાગી ગયો હતો. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તાએ જણાવ્યું કે, 107મી કોર્પ્સના જવાનો બોર્ડર આઉટપોસ્ટ માલિદા, સરહદ પર તૈનાત […]

આણંદ હાઈવે પર વાહનચાલકોને લૂંટવા આવેલી પરપ્રાંતિય ગેન્ગ હથિયારો સાથે પકડાઈ

આણંદઃ હાઈવે પર અડાસ ગામ નજીક રાતના સમયે વાહનચાલકોને લૂંટવાના ઈરાદે ફરતી પરપ્રાંતની ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. સાગરિતો પાસેથી પોલીસે દેશી તમંચા, કારતૂસ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા હતા. લૂંટારૂ ગેંગના બે સાગરીતને પોલીસ પકડી લીધાં હતાં. જોકે, ચાર લૂંટારૂ અંધારામાં ફરાર થઇ ગયાં હતાં.  વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. […]

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ચોરી કરતાં 196 વિદ્યાર્થીઓ પકડાયાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો  રદ કરવામાં આવ્યા હતા.  ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 8 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતિનો કિસ્સો નોંધાયો હતો. દરમિયાન થાનગઢમાં આવેલી દોઢીવાલા આર્ટસ […]

અમદાવાદમાં વિવેકાનંદ બસસ્ટેન્ડ નજીક 7500ની માગણી કરનારો નકલી પોલીસ પકડાયો

અમદાવાદઃ શહેરમાં પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવતી ગેન્ગ ફરીવાર સ્રકિય થઈ છે. શહેરમાં હાથીજણ સર્કલ પાસે પારિકિંગમાં ઉઘરાણીના આવેલા રૂપિયા ગણી રહેલા વિશાલ નામના યુવકને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને આ બન હિસાબી નાણા હોવાથી ખૂલાશો કરવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે, અને આ ઝંઝટમાંથી મુક્ત થવા રૂપિયા 7500ની માગણી કરી હતી. ત્યાર બાદ વિશાલે […]

બાયડના વાઘવલ્લા ગામે 11 ખેતરોમાં ગાંજાનું વાવેતર પકડાયુઃ બે હજાર કિલો ગાંજાના છોડ મળ્યાં

બાયડઃ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા વાઘવલ્લા ગામેથી મોટા પાયે ગાંજાનું વાવેતર પકડાયુ છે. પોલીસે બાયડના વાઘવલ્લા ગામેથી 11 ખેતરોમાંથી રૂ. 2.27 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતુ. બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા […]

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યોઃ બાઈક ચાલકને અડફેટે લીધો

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ કોર્ટે પણ તંત્રને રખડતા ઢોર મામલે આકરી ટકોર કરી હતી. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું […]

ગુજરાતમાં ડ્રગ્સ પોલીસની મહેનતથી પકડાય છે, અને આ લડાઈ ખૂબ લાંબી ચાલશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની […]

મૌલવીએ આર્મી કેમ્પ અને અધિકારીઓની મુવમેન્ટની માહિતી પાકિસ્તાનને મોકલી હતી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન માટે જાસુસીની કબુલાત કરી છે. સુરક્ષી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code