1. Home
  2. Tag "caught"

થરાદ હાઈ-વે પર લૂંટના ઈરાદે આવેલી ડફેર ગેન્ગના 5 શખસો ટ્રક, હથિયારો સાથે પકડાયા

પાલનપુરઃ જિલ્લાના થરાદ શહેરનો પોલીસ સ્ટાફ  રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી […]

આવકવેરા વિભાગના દરોડાઃ કેમિકલ-રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ પાસેથી રૂ. 100 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન ગુજરાતની આ કંપની પાસેથી રૂ. 100 કરોડથી વધારેનું કાળુ નાણુ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડામાં કાળા નાણાની રકમમાં હજુ વધારો થવાની શકયતા છે. આઈટીની તપાસમાં કંપનીના કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. જે જપ્ત કરવામાં […]

સાયલામાં રેશનિંગનો 7.34 લાખનો જથ્થો પકડાતા ચાર શખસ સામે ગુનો નોંઘાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પોલીસને  સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. 7.34  લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના આધારે સાયલા મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી આ જથ્થો ખરીદી કર્યો હોવાનું બહાર આવતા ત્રણ રેશનિંગ દુકાનદારો સામે ગુન્હો દાખલ કરતા ચકચાર મચી […]

સાબરકાંઠામાં પેટ્રોલ પંપ સંચાલક પાસેથી લાંચ લેતા તોલમાપ વિભાગના અધિકારી પકડાયા

હિંમતનગરઃ જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ પર એસીબી વોચ રાખી રહી છે. ત્યારે રાયગઢ હાઇવે પર આવેલા એક પેટ્રોલપંપ પર સ્ટેમ્પિંગ કરવા મામલે તોલમાપ કર્મચારીએ રૂ 15 હજારની લાંચ લીધી હતી, ત્યારે એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કર્મચારીના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતા તેના બેંકમાં ખાતાકીય તપાસ અને લોકરની તપાસ કરતા તેમાંથી 5.70 લાખ રોકડા અને 4.67 […]

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે હથિયારો વેચતા, ખરીદતા ચાર શખસ પકડાયા

રાજકોટઃ  જિલ્લાના ગોંડલ તથા વિંછીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 4 શખ્સોને રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમે બે દરોડા પાડી ઝડપી લઇ  હથિયારોના સપ્લાયર,વેચનારા અને ખરીદનારા સામે આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધ્યા છે. પકડાયેલા ત્રણ શખ્સો વચેટિયા તરીકે કામ કરતા હતા જયારે પકડાયેલ મુખ્ય સુત્રધાર 20 વર્ષનો છે અને તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર […]

ઘુડસર અભ્યારણ્યમાં શિકાર કરવા આવેલા મહારાષ્ટ્રના 4 શિકારીઓ પકડાયા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભયારણ વનવિભાગ ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ  માલવણથી દબોચ્યા હતા. વન વિભાગની ટીમે પક્ષીઓ પકડવાની જાળ, ગીલોળ, ઘાતક હથિયારો સાથે મહારાષ્ટ્રથી આયુર્વેદિક દવાનું વેચાણ કરવા આવેલા ચાર શખ્સોની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ચકચાર […]

જામનગરઃ ધો-12 સુધીનો અભ્યાસ કરનાર ‘મુન્નાભાઈ MBBS’ ઝબ્બે, દર્દીઓને દવાઓ અને ઈન્જેકશન પણ આપતો હતો

અમદાવાદઃ જામનગ નજીક દરેજ જીઆઈડીસીમાં ધો-12 સુધીનો અભ્યાસ કરનાર શ્રમજીવીઓની વચ્ચે દવાખાનું ખોલીને શ્રમજીવીઓને દવાઓ આપવાની સાથે ઈન્જેકશન આપતો હતો. એટલું જ નહીં ગ્લુકોઝનો બાટલો પણ દર્દીઓને ચડાવતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારીને તેને ઝડપી લીધો હતો. તેમજ દવા અને ઈન્જેકશનનો જપ્ત કર્યો હતો. શ્રમજીવીઓના જીવન સાથે ચેડા કરનારા આ નકલી તબીબ […]

સી-પ્લેન બંધ હોવા છતાં નદીમાં બર્ડહીટ રોકવા કરોડોના ટેન્ડર બહાર પડાયા

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી,   પણ સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ હોવા છતાં ગુજરાત સરકારનાં અધિકારીઓ સી-પ્લેનનાં નામે કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડી રહ્યાં છે. સી-પ્લેન  બંધ હોવા છતાં સરકારે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામમાં સી-પ્લેનને પશુ-પક્ષીઓ અને અન્ય અડચણોથી બચાવવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું […]

માછીમારોને દરિયો ન ખેડવાની સુચના છતાં માછીમારી કરતી 17 બોટને પોલીસે પકડી પાડી

ભૂજઃ રાજ્યમાં ગુલાબ બાદ શાહીન નામના વાવાઝોડાને કારણે દરિયો તોફાની બને તેમ લાગતાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાવઝોડુ પાકિસ્તાન તરફ ફંટાતા રાહત થઈ હતી પણ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. છતાં લખપતના સમૃદ્રમાં લકીનાળા પાસે માછી મારી કરી રહેલી 17 બોટને નારાયણ સરોવર પોલીસે ઝડપી પાડી […]

બનાસકાંઠામાંથી ગાંજો, સ્નેક ડ્રગ્સ અને મેફેડોલ ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. કચ્છના મુંદ્રા બંદર ઉપરથી 9 હજાર કરોડથી વધારે કિંમતનું હેરોઈન પકડાયાનો બનાવની હજુ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ગાંજો, સ્નેક ડ્રગ્સ અને મેફેડોલ ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. ડીસામાં પોલીસે એક ધર ઉપર છારો મારીને આ જથ્થો ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code