1. Home
  2. Tag "Central Government"

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કર્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે ચક્રવ્યુહ તૈયાર કરવામાં આવ્યું છે. આતંકવાદનો સફાયો કરવા માટે બેસ્ટ પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને […]

હવે સ્પુતનિક લાઇટનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે થશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

દિલ્હી:સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે શુક્રવારે બૂસ્ટર ડોઝ તરીકે સ્પુતનિક લાઇટના ઉપયોગને મંજૂરી આપી હતી.આ સંદર્ભમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનની સમિતિએ એક અઠવાડિયા પહેલા સ્પુતનિક-વીવેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની ભલામણ કરી હતી.સરકારના આ નિર્ણય બાદ લગભગ 6,50,000 લોકો જેમણે સ્પુતનિક Vનો પ્રથમ ડોઝ લીધો […]

કોલસાની જરૂરિયાતોને પહોંચી વળવા કેપ્ટિવ ખાણોમાં ઉત્પાદન વધારવા રાજ્યોને કેન્દ્રની સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઊર્જા અને NRE મંત્રી આર.કે. સિંહએ રાજ્યો સાથે થર્મલ પાવર પ્લાન્ટમાં બ્લેન્ડિંગ માટે કોલસાની આયાતની સ્થિતિની સમીક્ષા કરી હતી. વર્ચ્યુઅલ રીતે મળેલી બેઠકમાં સચિવ (પાવર) આલોક કુમાર, રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ વધેલી માગને પહોંચી વળવા સ્થાનિક કોલસાના પુરવઠામાં અવરોધોને ધ્યાનમાં રાખીને, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં મિશ્રણ માટે કોલસાની આયાતના […]

ભારતઃ 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ “માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ મેલેરિયા […]

અબુ સાલેમ પ્રત્યાર્પણ સમયે પોર્ટુગીઝને આપવામાં આવેલી બાંયધરીનું સરકાર પાલન કરવા બંધાયેલી છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારત સરકાર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ પર પોર્ટુગીઝ સત્તાને આપવામાં આવેલી બાંયધરીનું પાલન કરવા માટે બંધાયેલી છે અને યોગ્ય સમયે તેનું પાલન કરવામાં આવશે. તેમ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. ભારત સરકારે 17 ડિસેમ્બર 2002ના રોજ પોર્ટુગલ સરકારને બાંયધરી આપી હતી કે, સાલેમને મૃત્યુદંડ તેમજ 25 વર્ષથી વધુની જેલની સજા આપવામાં આવશે […]

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની રીતે હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છે. એક અરજીની સુનાવણીમાં કેન્દ્રીય લઘુમતી મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે રીતે ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે રાજ્યોને ભાષાકીય અથવા પછી સંખ્યાના આધારે […]

દેશમાંથી 2025 પહેલા ટીબીને નાબુદ કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ વિશ્વ ક્ષય દિવસ 2022ની ઉજવણીના કાર્યક્રમમાં, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં “સ્ટેપ અપ ટુ એન્ડ ટીબી” ઇવેન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, SDG 2030ના વૈશ્વિક ધ્યેય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ઉચ્ચ બોજ ધરાવતા ચેપી રોગને દૂર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો […]

કાચા શણની ટેકાના ભાવે ખરીદીની કેન્દ્ર સરકારે આપી મંજૂરી, ભાવમાં રૂ. 250નો વધારો કરાયો

નવી દિલ્હીઃ ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકના ભાવે ખેડૂતોનું ઉત્પાદનની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કાચા શણના લઘુત્તમ ટેકના ભાવને મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ભાવમાં રૂ. 250નો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2022-23 સીઝન માટે […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,દિલ્હીમાં હવે માત્ર એક જ મેયર રહેશે

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય દિલ્હીમાં હવે માત્ર એક જ મેયર રહેશે  ત્રણેય MCDનાં મર્જરને મોદી કેબિનેટની મંજૂરી દિલ્હી:કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણેય નગર નિગમોને એક કરવાનો નિર્ણય લીધો છે.કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.2012માં નગરપાલિકાની ચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી.તે ત્રણ કોર્પોરેશનોમાં વહેંચાયેલું હતું, દક્ષિણ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન […]

ચીન બાદ હવે ખાલિસ્તાની સંગઠન ઉપર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટાઈક, એપ-વેબસાઈટ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે ‘શિખ્સ ફોર જસ્ટિસ’ને લગતી એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ગુપ્તચર વિભાગની માહિતી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code