મહાઠગ કિરણ પટેલના કૌભાંડોની વિગતો ગુજરાત ATSએ કેન્દ્રિય ગૃહ વિભાગને મોકલી
અમદાવાદઃ મહાઠગ એવા કિરણ પટેલ સામે ગુજરાત એટીએસએ પણ તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ગુજરાતમાં પણ સંખ્યાબંધ લોકોને મૂર્ખ બનાવનારા ઠગ કિરણ પટેલ ઉર્ફ બંસીની જાળમાં એનેક લોકો ફસાયા હોવાનું કહેવાય છે. અને તેના અમદાવાદના ઘોડાસર સ્થિત નિવાસસ્થાને ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે વાર સર્ચ કરી સંખ્યાબંધ પુરાવા એકઠા કર્યા હતા. […]