જુનાગઢમાં કવિ નરસિંહ મહેતા યુનિ.માં વન્યજીવ પર અભ્યાસ માટે ‘સેન્ટર ફોર એક્સેલન્સ’ સ્થપાશે
જુનાગઢઃ ગુજરાતમાં વન્યપ્રાણીઓ પર સંશોધન માટે કોઈ અભ્યાસક્રમ નથી ત્યારે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે સેન્ટર કોર એકસલન્સ શરૂ કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. દહેરાદૂન સ્થિત વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના ધોરણે આ સેન્ટર સ્થાપવામાં આવશે. સેન્ટર ફોર એકસેલેન્સના ડાયરેકટર નિશિત ધારૈયાએ જણાવ્યુ હતું કે, જુન 2024થી વન્યજીવને લગતા કોર્ષ […]