વઢવાણમાં સદી પુરાણું અને 300થી વધુ ખાતેદારો ધરાવતું પુસ્તકાલય આખરે બંધ કરાયું
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણનો સમાવેશ પ્રચીન શહેરોમાં થાય છે. વઢવાણના રાજવીએ 100 વર્ષ પહેલા પુસ્તકાલય બનાવ્યુ હતુ. આ પ્રાચિન પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો અને 300થી વધુ ખાતેદારો હોવા છતા બંધ કરાયુ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા શહેરની મધ્યમાં આવેલું પુસ્તકાલયમાં શરૂ કરે તેવી વાંચનપ્રેમીઓમાં માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના રાજવી જોરાવરસિંહજીના નામથી પુસ્તકાલય બનાવવામાં આવ્યુ […]