1. Home
  2. Tag "Ceramic industry"

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ […]

મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ

મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ  કામદારોને બોનસ આપવા સહિત […]

ગેસના ભાવના વધારાને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી, 500 યુનિટ્સ મહિના માટે બંધ રહેશે

મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની […]

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી ગુજરાતના સિરામિક ઉદ્યાગને પડ્યો ફટકો, નિકાસ-આયાત અટકી પડી,

મોરબીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા મોરબીના સિરામીક ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. રશિયા અને યુક્રેનમાં  સિરામિક ઉદ્યોગકારો દ્વારા થોડાં પ્રમાણમાં નિકાસ થાય છે અને આવતા મહિનાના અંતમાં રશિયામાં એક સિરામિક પ્રદર્શન યોજાવાનું છે.  એટલે હવે ત્યાં જવા માટે પણ  અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે.’ મોરબી સિરામીક એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં મહિને આશરે 7થી […]

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કપરો સમય, ગેસ બાદ હવે શિપિંગ ભાડામાં પણ વધારો

મોરબીઃ શહેર- જિલ્લાના સિરામિક ઉદ્યોગનો હાલ કપરો સમય ચાલી રહ્યો છે. કોરોનાના પ્રથમ કાળથી સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હતી. આજે પણ સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનામાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હવે નવી મુસીબતે માથું ઊંચક્યું […]

થાન અને વઢવાણ વિસ્તારનો સિરામિક ઉદ્યોગ ગેસનો ભાવ વધારાને લીધે સંકટમાં મુકાયો

વઢવાણ :  દેશમાં કોલસાની અછત ચાલી રહી છે, બીજીબાજુ ગેસમાં પણ તોતિંગ ભાવ વધારાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાં વઢવાણ વિસ્તારમાં આવેલો સિરામીક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. થાન વિસ્તારમાં ખાસ્સું ઉત્પાદન થઇ રહ્યું છે, પણ તાજેતરમાં ત્રીજો રૂ.11.34નો ભાવવધારો ગેસમાં આવી જતા હવે ઉદ્યોગ ઉપર કરોડોનો બોજો આવશે. સૂત્રોના જણાવ્યા […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]

મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદીનો કાળ, નિકાસમાં થયો 30 ટકા જેટલો ઘટાડો

રાજકોટઃ  મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગયા વર્ષે લોકડાઉન ખૂલ્યા પછી એકાદ વર્ષ સુધી જબરજસ્ત ચળકાટ નિકાસ અને સ્થાનિક માગને લીધે હતો. પરંતુ પાછલા ત્રણ મહિનામાં માઠી દશા થઇ છે. કાચા માલના ભાવ વધ્યા છે. એવામાં કન્ટેઇનરોની અછતથી ભાડાંમાં વધારો અને હાલમાં જ ગેસ કંપનીએ ભાવવધારો કરતા અનેક યુનિટો બંધ થઇ ગયા છે. એટલું જ નહીં નિકાસમાં […]

મોરબીના સિરામિક ઉદ્યોગને કન્ટેઈનર્સના તોતિંગ ભાડાનું ગ્રહણઃ નિકાસમાં થયો ઘટાડો

અમદાવાદ :  રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમતા થવા લાગ્યા છે. ત્યારે  ટુ વે ટ્રાફિક અને કન્ટેઇનરોની અછતને લીધે વૈશ્વિક સ્તરે ફ્રેઇટ રેટ ખૂબ વધી જતા નિકાસ પર અસર પડવાના સંકેતો મળવા લાગ્યા છે. નિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે, મોરબીના સિરામીક ઉદ્યોગમાં દોઢ વર્ષથી કોરોનાની સ્થિતિ છતાં માગની કમી ન હતી પણ છેલ્લાં એકાદ મહિનાથી […]

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં 50 ટકા કાપઃ ઉદ્યોગકારો હવે તેજીની રાહ જોઈ રહ્યા છે

મોરબી :  કોરોનાને કારણે અનેક ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું છે. જેમાં મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ બાકાત નથી આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉત્પાદન પર માઠી અસર થઇ છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી ઉત્પાદન ઘટવાનું શરું થયું અને ધીરે ઘીરે સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. ઘરેલુ બજારમાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિથી માગમાં કાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code