1. Home
  2. Tag "cgst"

અમદાવાદઃ CGSTએ અસ્તિત્વ ન ધરાવતી 6 કંપનીના નામે ઈનવોઈસ મામલે ભંગારના વેપારીની ધરપકડ કરી

અમદાવાદઃ સીજીએસટી અમદાવાદ સાઉથની પ્રિવેન્ટિવ વિંગ, કમિશનરેટ દ્વારા તમિલનાડુમાં સ્થિત છ અસ્તિત્વ ન ધરાવતી કંપનીઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ઇનવોઇસના આધારે માલની વાસ્તવિક પ્રાપ્તિ વિના આઇટીસીના છેતરપિંડીના લાભના સંદર્ભમાં એક પેઢી સામે તપાસ શરૂ કરી છે. આ પેઢી ભંગારના કારોબારમાં લાગેલું છે. સીજીએસટીની તપાસ દરમિયાન પેઢીના માલિક પ્રવીણ કુમારની (ઉં.વ 30) ઉલ્લેખિત સપ્લાય વિના આશરે […]

CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા

અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત […]

અંકલેશ્વર :CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000 ની લાંચ લેતા ધરપકડ કરી

અંકલેશ્વર:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000 ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000 ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત […]

ભાવનગરમાં CGSTના અધિકારીઓ પર હુમલા કેસના ચાર આરોપીની LCBએ કરી ધરપકડ

ભાવનગરઃ શહેરમાં સી- જીએસટીના અધિકારીઓ પર હુમલાનો બનાવ બનતા ગાંધીનગરથી આરોપીઓને ત્વરિત ઝડપી લેવા તાકિદ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટમાં ગત તા.13-7ના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે લઈ સર્ચ માટે પહોંચી હતી. એ દરમિયાન ફલેટમાં રહેલા આરોપીઓએ અધિકારીઓને ધમકાવી ગેરવર્તણુંક કરી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે […]

સુરતમાં CGSTના બે અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓ 15 હજારની લાંચ લેતા પકડાયા

સુરતઃ ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં પણ હવે લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં જમીન માપણી અધિકારી લાંચ લેતા પકડાયા બાદ સુરતમાં સ્ટેટ જીએસટીના બે અધિકારી સહિત ત્રણને રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. સુરત શહેરમાં યાર્નનો વેપાર કરતા વેપારીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને CGST અને સેન્ટ્રલ એકસાઇઝ નાનપુર સુરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code