1. Home
  2. Tag "Chairman"

ભારતમાંથી આર. આર. મિત્તરને સર્વસંમતિથી ડબલ્યુટીએસએ-24 માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાથે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ-24)નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે ડબલ્યુટીએસએ-24માં 3300 પ્રતિનિધિઓ નોંધાયા છે, જેમાં 160થી વધુ દેશોના 36 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે, જે કોઈ પણ ડબલ્યુટીએસએ એસેમ્બલી માટે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ ફોરમ આગામી […]

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

DRDO અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. સમીર વી. કામત અને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના અધ્યક્ષનો કાર્યકાળ 31 મે, 2025 સુધી એક વર્ષ માટે લંબાવ્યો છે. ડૉ. કામત ડીઆરડીઓના અધ્યક્ષ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ છે. ડૉ. સમીર વી. કામતે 26 ઓગસ્ટ, 2022 ના રોજ સંરક્ષણ સંશોધન અને વિકાસ […]

ખેડુતોની સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રનો દબદબો, દિલપ સંઘાણી ચેરમેન તરીકે બીન હરિફ ચૂંટાયા

અમદાવાદઃ દેશની ખેડુતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇફ્કોના ચેરમેન તરીકે ફરીવાર દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા જ યોજાયેલી ડિરેક્ટરપદની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી. ઈફ્કોની ચેરમેન અને […]

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય […]

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી જય શાહ જ નિભાવશે

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જય શાહને અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ શ્રીલંકાએ રજુ કર્યો હતો. શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ […]

જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે આપ્યું રાજીનામું, નીતિશ કુમાર સંભાળશે કમાન

નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. […]

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ […]

બ્રિટનઃ ટેક્સ હેરાફેરી કેસમાં સંડોવાયેલા મનતા કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષને પદ પરથી હટાવાયાં

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન  ઋષિ સુનાકે ટેક્સ ફ્રોડની તપાસ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રધાન નદીમ ઝહાવીને પદ પરથી હટાવી દીધા છે.  નદીમ ઝહાવી પર મંત્રી માટેની આચારસંહિતાના ‘ગંભીર ભંગ’ માટે મંત્રી સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમને મંત્રી સંહિતાના ભંગ બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. નદીમ ઝહાવી પર દેશના નાણામંત્રી તરીકે સેવા આપતી વખતે કરોડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code