શરદ પૂનમના દિને ચંદ્રગ્રહણને લીધે સુપ્રસિદ્ધ મંદિરોના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી અને દશેરાનું પર્વ રંગેચંગે ઊજવાયા બાદ હવે 28મી ઓક્ટોબરે શરદ પુનમનું પર્વ મનાવાશે. પરંતુ શરદ પુનમના દિને ચંદ્રગ્રહણ હોવાના કારણે પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, ડાકોર, દ્વારકાધિશ સહિતના મંદિરોમાં સાંજના સમયે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટે બપોર બાદ બંધ રાખવાની જાહેરાત કરી […]