ચાંગોદર પોલીસે ગ્રીનકોરીડોર બનાવી અમદાવાદમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો
અમદાવાદઃ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના જથ્થાની અછત વર્તાઈ રહી છે. ત્યારે ચાંગોદર પોલીસે ચાંગોદરથી વસ્ત્રાપુરની ખાનગી હોસ્પીટલમાં ઓકિસજન ખૂટે તે પહેલા ગ્રીન કોરીડોર બનાવી ગણતરીની મિનિટોમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો હતો. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અને પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવની સુચના મુજબ હાલમા ચાલી રહેલા કોરોના માહામારીમાં સરકારની […]