યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષે માતાજીને છપન્ન ભોગ અન્નકૂટ ધરાવાશે
સવારે 6 વાગ્યાથી રાતના 9વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે અન્નકૂટ સાથે માતાજીને રાજભોગ ધરાવાશે, નવા વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રકાશનું પર્વ દિવાળી 1 લી નવેમ્બરે ઊજવાશે. જ્યારે બેસતું વર્ષ બીજી નવેમ્બરે ઉજવવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં […]