1. Home
  2. Tag "Charging Station"

સુરતમાં ઈલેક્ટ્રિક બસોના ચાર્જિંગ સ્ટેશનો સોલાર બેઝ્ડ કરાશે

સુરત મ્યુનિ. કોર્પોરેશનનું રિન્યુએબલ એનર્જી માટે પ્લાનિંગ, મ્યુનિએ 28 ટકા વીજળી ખર્ચમાં રાહત મેળવી, શહેરના અલથાણ બસ ડેપો પર 600 ઈ-બસના ચાર્જિંગ માટે સોલાર પ્લાન્ટ બનશે સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વીજ વપરાશના 50 ટકા વીજળી રિન્યુએબલ સોર્સથી ઉત્પાદન કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સુરત મ્યુનિ.એ  કુલ વીજ ખર્ચ પૈકી 28 ટકા વીજ ખર્ચ […]

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી હેઠળ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયા બાદ જ સબસિડી ચુકવાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી હેઠળ સબસિડીની વહેંચણી માટેની ગાઇડલાઇન સરકારે જાહેર કરી છે. જે મુજબ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થાય ત્યારે સબસિડીની 80 ટકા રકમ ચૂકવાશે જ્યારે બાકીના 20 ટકા રકમ એક વર્ષ પછી ચૂકવવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, નેશનલ- સ્ટેટ હાઇવે અને પ્રવાસન સ્થળો એમ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. તેમ રાજ્યના ઊર્જામંત્રી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીઃ આગામી વર્ષોમાં 528 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરાશે

અમદાવાદઃ ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. તેવો આશાવાદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત કરી છે. તેમજ રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. 10 હજારની સબસિડી આપશે. મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code