ધોલેરામાં 7000 હેકટરમાં ચેરનું વાવેતર કરાશે, મિષ્ટી પ્રોજેક્ટનો સોમવારેથી પ્રારંભ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલે 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં ‘મિષ્ટી’ (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર સોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં પણ જન ભાગીદારીથી ચેરના વાવેતર થકી પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઊજવણી કરવામાં આવશે. આ ‘મિસ્ટી’ પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રુવ […]