1. Home
  2. Tag "Chhattisgarh"

ભ્રષ્ટાચારનો અંત આવે ત્યારે વિકાસ શરૂ થાયની સાથે રોજગારની ઘણી તકો ઉભી થાય છેઃ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 34,400 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા અને સૌર ઊર્જા સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

છત્તીસગઢમાં સીએમ વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા શપથ

રાયપુરઃ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવ જેટલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં 4 નવા મંત્રીઓ જોડાયા હતા. રાજભવનમાં કેટલાક જૂના મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને કુલ 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ વિષ્ણુદેવ સાંઈ દિલ્હી જવા રવાના થયાનું જાણવા મળે છે. તેઓ […]

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં હવે વિધાનસભાના શિયાળુ સત્રને લઈને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ડો.ચરણદાસ મહંતએ ચૂંટણીમાં હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામોને લઈને હજુ સુધી વિશ્વાસ થતો નહીં અને અમે અસહજ છીએ. […]

છતીસગઢ: સુકમામાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં એક SI શહીદ, એક કોન્સ્ટેબલ ઘાયલ

રાઈપુર :છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં CRPF 165મી બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ રામુને ઈજા થઈ હતી. ઘાયલ સૈનિકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યો છે. ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને CRPF, કોબ્રા અને જિલ્લા […]

વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના સીએમ તરીકે લીધા શપથ,વિજય શર્મા,અરુણ સાવ બન્યા ડેપ્યુટી સીએમ

રાયપુર : વિષ્ણુ દેવ સાયએ રાયપુરમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો અરુણ સાવ અને વિજય શર્માએ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા […]

છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન આવ્યું સામે,સૌથી પહેલા કરશે આ કામ

રાઈપુર:છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ પીએમ મોદીની ગેરંટી પૂરી કરશે અને ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે હું દરેકના ભરોસા માટે પૂરી ઈમાનદારી સાથે કામ કરીશ અને ‘મોદીની ગેરંટી’ હેઠળ છત્તીસગઢની જનતાને આપેલા વચનો પૂરા કરીશ. તેમણે કહ્યું કે […]

છત્તીસગઢને મળ્યા નવા મુખ્યમંત્રી,વિષ્ણુદેવ સાય બનશે રાજ્યના નવા સીએમ

રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો વિજય થયો હતો. આ જીત બાદ આજે રાયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. આ દરમિયાન છત્તીસગઢને નવા મુખ્યમંત્રી મળ્યા છે. રાયપુર વિધાનસભા પક્ષની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે.વિષ્ણુદેવ સાય કુનકુરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. વિષ્ણુદેવ સાય વર્ષ 2020 થી 2022 સુધી છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ […]

છત્તીસગઢમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ હાર માટે એકબીજા ઉપર કરી રહ્યાં છે આક્ષેપ

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં પરાજયનું ઠીકરુ એકબીજા ફોડવામાં આવી રહ્યું છે. ઘણા નેતાઓએ હારનો દોષ રાજ્યના પાર્ટીના મોટા નેતાઓ પર લગાવ્યો છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય બૃહસ્પત સિંહએ પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને રાજ્ય પ્રભારી કુમારી સેલજા પર ગંભીર આરોપ લગાવીને વિધાનસભાની ચૂંટણીમાં પરાજય માયે આ બંને નેતાઓને જવાબદાર ઠેરવ્યા […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code